Gujarat Rains: રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં નોંધાયો વધારો
રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાજ્યમાં સામાન્ય કરતા 47 ટકા વધુ વરસાદ વરસ્યો છે.અમદાવાદ અને ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેશે બીજી તરફ રાજ્યના તાપમાનમાં પણ હવે વધારો નોંધાઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદની ગતિ ઘટી રહી છે અને મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ, ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શકયતા છે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે. આ સાથે જ 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શકયતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. ગુજરાત સહિત આ રાજ્યોમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. દેશના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ UP, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, કોંકણ અને ગોવા અને તટીય કર્ણાટકના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાજ્યમાં સામાન્ય કરતા 47 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ અને ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેશે
બીજી તરફ રાજ્યના તાપમાનમાં પણ હવે વધારો નોંધાઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદની ગતિ ઘટી રહી છે અને મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ, ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શકયતા છે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે. આ સાથે જ 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શકયતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય પણ જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં પણ વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. દેશના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ UP, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, કોંકણ અને ગોવા અને તટીય કર્ણાટકના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.