Gujarat Rain: સુરેન્દ્રનગરના ચોટીલાથી હબીયાસર જવાનો પુલ તૂટ્યો, જુઓ લાઈવ Video

પૂલ તૂટ્યો તે વખતના દૃશ્યો કેમેરામાં કેદ થયા હબીયાસર, ઝુંપડા નાનીયાણી સાથેનો સંપર્ક તૂટ્યો સાર્વત્રિક વરસાદથી સમગ્ર ગુજરાતમાં પાણી ભરાયાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના હબીયાસર જવાનો પુલ તૂટ્યો છે. પુલ તૂટી પડતા હબીયાસર અને ઝુંપડા નાનીયાણી સાથેનો સંપર્ક તૂટ્યો છે. ધરાશાયી થતા પુલના લાઈવ દૃશ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબાગાળાના અંતરાર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જેમાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં, થાન, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી, ચુડામાં વરસ્યો છે. જ્યારે મૂળીના રામપર ગામે વીડ પાસે વીજળી પડતાં 11 ધેંટાના મોત નીપજ્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી વરસ્યો હતો. જેમાં ચોટીલામાં વરસાદથી નિચાણ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે ચોટીલા ડુંગર પણ વાદળોમાં ઘેરાઇ ગયો હતો. જ્યારે આ ડુંગરના પગથીયા પરથી પણ વરસાદી પાણીના ઝરણા થતા ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. તો થાન, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, વઢવાણ, મૂળી, સાયલા, ચુડા અને લીંબડીમાં વરસાદ પડયો હતો. આમ છેલ્લી 24 કલાકમાં અવિરત વરસાદ જિલ્લામાં ખાબક્યો હતો. બીજી તરફ મૂળીનાં રામપર ગામે વીડ પાસે વીજળી પડતા પશુ ચરાવતા કરશનભાઇ દેવાભાઇ ભરવાડનાં 11 જેટલા ઘેટાનાં મોત નિપજતા માલધારી પરિવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ હતુ. તો જિલ્લામાં લઘુતમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયુ હતુ.

Gujarat Rain: સુરેન્દ્રનગરના ચોટીલાથી હબીયાસર જવાનો પુલ તૂટ્યો, જુઓ લાઈવ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂલ તૂટ્યો તે વખતના દૃશ્યો કેમેરામાં કેદ થયા
  • હબીયાસર, ઝુંપડા નાનીયાણી સાથેનો સંપર્ક તૂટ્યો
  • સાર્વત્રિક વરસાદથી સમગ્ર ગુજરાતમાં પાણી ભરાયાં

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના હબીયાસર જવાનો પુલ તૂટ્યો છે. પુલ તૂટી પડતા હબીયાસર અને ઝુંપડા નાનીયાણી સાથેનો સંપર્ક તૂટ્યો છે. ધરાશાયી થતા પુલના લાઈવ દૃશ્યો સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબાગાળાના અંતરાર બાદ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. જેમાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં, થાન, ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી, ચુડામાં વરસ્યો છે. જ્યારે મૂળીના રામપર ગામે વીડ પાસે વીજળી પડતાં 11 ધેંટાના મોત નીપજ્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી વરસ્યો હતો. જેમાં ચોટીલામાં વરસાદથી નિચાણ વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે ચોટીલા ડુંગર પણ વાદળોમાં ઘેરાઇ ગયો હતો. જ્યારે આ ડુંગરના પગથીયા પરથી પણ વરસાદી પાણીના ઝરણા થતા ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. તો થાન, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, વઢવાણ, મૂળી, સાયલા, ચુડા અને લીંબડીમાં વરસાદ પડયો હતો. આમ છેલ્લી 24 કલાકમાં અવિરત વરસાદ જિલ્લામાં ખાબક્યો હતો. બીજી તરફ મૂળીનાં રામપર ગામે વીડ પાસે વીજળી પડતા પશુ ચરાવતા કરશનભાઇ દેવાભાઇ ભરવાડનાં 11 જેટલા ઘેટાનાં મોત નિપજતા માલધારી પરિવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ હતુ. તો જિલ્લામાં લઘુતમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયુ હતુ.