Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, પોરબંદરમાં એક નંબરનું સિગ્નલ લગાવાયું
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, તો 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડશે. નવરાત્રી પૂરી થાય એની સાથે વરસાદની પણ વિદાય નિશ્ચિત જ હોય છે. પરંતુ આ વખતે મેઘરાજાએ હજુ વિદાય નથી લીધી. રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી રાજ્યમાં 4 થી 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. કયાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, મોરબી, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના બગસરામાં ધોધમાર વરસાદ બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતાં મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા ખેતીમાં નુકસાનની સંભાવના છે, વરસાદ વધુ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બગસરાના વાતાવરણમાં પલટો બગસરાના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. વરસાદ પડતા જગતનો તાત ચિંતાગ્રસ્ત બન્યો છે. વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. રવાપર રોડ, શનાળા રોડ વિસ્તારમાં વરસાદ છે. બાયપાસ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ છે. મોરબી શહેરના રવાપર રોડ, શનાળા રોડ, બાયપાસ રોડ પર વરસાદ છે. ગ્રામીણ પંથકમાં વધુ વરસાદ થાય તો પાકને મોટી નુક્સાનીની આશંકા છે. પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવતા પોરબંદરના બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ SG હાઈવે, આનંદનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તેમજ પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોટીલામાં ગાજવીજ સાથે વરસાદ ચોટીલાના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કુંઠડા પિયાવા, ચોબારી ગામમાં તેમજ રામપરા, ખેરાણા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા છે.દ્વારકાના જામખંભાળીયામાં ધોધમાર વરસાદ માંઝા, ભટ્ટ ગામ, કોલવા ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામ ખંભાળીયા પંથકમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે. ગાંધીનગરમાં ધોધમાર વરસાદ ગાંધીનગરના GNLU, PDPUમાં વરસાદ છે. તેમજ ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદ અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના ગામડા સાથે ધારી શહેરમાં વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધારી, ડાંગાવદર, ખીચા, દેવલા, કુબડા ગામમાં વરસાદ ધોધમાર વરસાદ છે. અવિરત વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકશાન જવાની ભીતિ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, તો 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, તો 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ પડશે. નવરાત્રી પૂરી થાય એની સાથે વરસાદની પણ વિદાય નિશ્ચિત જ હોય છે. પરંતુ આ વખતે મેઘરાજાએ હજુ વિદાય નથી લીધી. રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
રાજ્યમાં 4 થી 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. કયાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, મોરબી, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લાના બગસરામાં ધોધમાર વરસાદ
બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતાં મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા ખેતીમાં નુકસાનની સંભાવના છે, વરસાદ વધુ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
બગસરાના વાતાવરણમાં પલટો
બગસરાના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા. વરસાદ પડતા જગતનો તાત ચિંતાગ્રસ્ત બન્યો છે. વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો
જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. રવાપર રોડ, શનાળા રોડ વિસ્તારમાં વરસાદ છે. બાયપાસ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ છે. મોરબી શહેરના રવાપર રોડ, શનાળા રોડ, બાયપાસ રોડ પર વરસાદ છે. ગ્રામીણ પંથકમાં વધુ વરસાદ થાય તો પાકને મોટી નુક્સાનીની આશંકા છે.
પોરબંદરના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું
અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવતા પોરબંદરના બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ
SG હાઈવે, આનંદનગર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. તેમજ પ્રહલાદનગર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ચોટીલામાં ગાજવીજ સાથે વરસાદ
ચોટીલાના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. કુંઠડા પિયાવા, ચોબારી ગામમાં તેમજ રામપરા, ખેરાણા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી માર્ગો પર પાણી વહેતા થયા છે.
દ્વારકાના જામખંભાળીયામાં ધોધમાર વરસાદ
માંઝા, ભટ્ટ ગામ, કોલવા ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જામ ખંભાળીયા પંથકમાં ગાજવીજના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે.
ગાંધીનગરમાં ધોધમાર વરસાદ
ગાંધીનગરના GNLU, PDPUમાં વરસાદ છે. તેમજ ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
અમરેલીના ધારી ગીર પંથકમાં વરસાદ
અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીરના ગામડા સાથે ધારી શહેરમાં વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધારી, ડાંગાવદર, ખીચા, દેવલા, કુબડા ગામમાં વરસાદ ધોધમાર વરસાદ છે. અવિરત વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકશાન જવાની ભીતિ છે.