Gujarat Rain News : ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ, ખેતરો અને રોડ પર ભરાયા પાણી

Nov 1, 2025 - 08:30
Gujarat Rain News : ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ, ખેતરો અને રોડ પર ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના જંબુસરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જંબુસર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, વહેલી સવારે ગુલાબી ઠંડી અને વરસાદના કારણે શહેરીજનો ઠુંઠવાઈ રહ્યાં છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યાં છે, સાથે સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં હજી પણ કમોસમી વરસાદ વરસી શકે છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પણ વરસાદ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે અને ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં સતત પાંચ છ દિવસથી કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નાની પરબડી ગામમાં કમૌસમી વરસાદ સાથે ભારે પવન પણ છેલ્લા છ ફૂંકાઈ રહ્યો છે. કપાસ, મગફળી, સોયાબીનના પાકમાં ભારે નુકસાન થયું છે, આ કમોસમી વરસાદને પગલે ગુજરાતના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

વડોદરાના વાઘોડિયામાં પણ વરસાદ

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાઘોડિયાના ખંધા, ગજાદરા, અલવા, લીમડા, રવાલ સહીતના ગામોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોમા ડાંગરનો ઉભો પાક તૈયાર થયો હતો તે પણ નષ્ટ થયો છે, વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ

બોટાદ જીલ્લાના ગઢડા શહેર સહિત તાલુકામાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે અને ગઢડા શહેરમાં વરસાદ થતા શહેરનાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, બોટાદના ભડલીના ઝાંપે, બોટાદના ઝાંપે, જીનનાકા, શ્રીજી સીનેમા રોડ સહિતના માર્ગો પર પાણી વહેતા થયા છે બીજી તરફ તાલુકાનાં અડતાળા, લાખણકા, માંડવધાર, રણીયાળા, ગોરડકા, ટાટમ, ગુંદાળા, પડવદર, સમઢીયાળા, વાવડી, કેરાળા, રામપરા, ચિંતાપર, માલપરા, પાટણા સહિત ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. આણંદ જિલ્લામાં પણ વરસાદી માહોલ

આણંદ જિલ્લાના બોરસદમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, એક દિવસના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જામ્યો છે, બોરસદના કાવીઠા, વહેરા, નાપા, દેદરડા, રાસ, ઝારોલા, દાવોલ, બોદાલ, નીસરાયા, વાસણા, ખાનપુર, રણોલી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદી ઝાપટાને લઈ વાતાવરણ ઠંડુગાર બન્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર ફરી વળ્યું વરસાદી પાણી.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0