Gujarat Rain News: આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં યલો એલર્ટ

Jul 1, 2025 - 11:00
Gujarat Rain News: આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ વિસ્તારોમાં યલો એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમા ચોમાસાની સિઝન જામી છે. રાજ્યમાં જૂન મહિનામાં 32 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે હવે આજે સમગ્ર રાજ્યમા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે 13 જિલ્લાના 27 તાલુકાઓમા વરસાદ નોંધાયો છે.

32 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.19 ટકા પાણી

રાજ્યમાં જૂન મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં વરસાદ થતાં જળાશયોમા નવા નીર આવ્યાં છે. પરંતુ આંકડાઓ હજી પણ ચેતવણી જનક દેખાઈ રહ્યાં છે. રાજ્યમાં 32 ટકા વરસાદ થયો હોવા છતાં 207 જળાશયોમાં હજી 48.19 ટકા જ પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 38.75, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 56.72, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 46.52, કચ્છના 20 ડેમમાં 29.92, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52.70 અને નર્મદા ડેમમાં 48.91 ટકા પાણીનો જથ્થો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0