Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે જાણો કેટલા રસ્તાઓ બંધ થયા
રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાયો રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તા બંધ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર અસર થઇ છે. જેમાં રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે. તેમજ રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાયા છે. રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. તેમજ વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં નુકસાન થયુ છે. રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ વડોદરા શહેરના રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ 54 માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. જે પૈકી કુલ 50 માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ચાર માર્ગો કોઝ વે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે. પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસરતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેમાં 42 રસ્તાઓનું રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં કરજણ તાલુકાના ત્રણ અને પાદરા તાલુકાનો એક માર્ગ રસ્તા પર પાણી ભરાવ અને કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે
- રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાયો
- રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તા બંધ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર અસર થઇ છે. જેમાં રાજ્યના 357 રસ્તાઓ વરસાદના કારણે બંધ છે. તેમજ રાજ્યમાં 2 નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરાયા છે. રાજ્યના 21 સ્ટેટ હાઈવે તથા 305 પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. તેમજ વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન પંચાયત હસ્તકના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થતાં નુકસાન થયુ છે.
રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ
વડોદરા શહેરના રસ્તાઓના રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના કુલ 54 માર્ગો પ્રભાવિત થયા હતા. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. જે પૈકી કુલ 50 માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ચાર માર્ગો કોઝ વે પર ઓવરટેપિંગ અને પાણી ભરાવાને કારણે બંધ હાલતમાં છે જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.
પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા
માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પૂરના કારણે પંચાયત હસ્તકના કુલ 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસરતાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા આ રસ્તાઓની મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જેમાં 42 રસ્તાઓનું રીપેરીંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક, સહિતની કામગીરી કરીને રસ્તાઓને પૂર્વવત કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં કરજણ તાલુકાના ત્રણ અને પાદરા તાલુકાનો એક માર્ગ રસ્તા પર પાણી ભરાવ અને કોઝ વે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે.