Gujarat Rain : રાજયમાં અગામી ત્રણ દિવસ ભારે વરસાદની કરાઈ આગાહી
ગુજરાતમાં અગામી ત્રણ દિવસ વરસાદી આગાહી કરવામાં આવી છે.વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે.આજે વલસાડ અને દમણમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,દાદારાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે,અગામી ત્રણ દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગાહી કરવામાં આવી છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. જાણો આજે કયા જિલ્લામાં અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.સુરત, તાપી, નવસારી, ડાંગ,અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ,આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ગઈકાલ સાંજથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,આ વખતે સિઝનનો 48 ટકા વરસાદ વધુ નોંધાયો છે. ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમરેલીના લિલિયામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરા, નવસારીમાં 3-3 ઈંચ વરસાદ સાથે પાવી જેતપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર, કવાંટ, કડીમાં 2-2 ઈંચ વરસાદ તથા પ્રાંતિજ, બોડેલી, વાલિયામાં 2-2 ઈંચ વરસાદ સાથે ગણદેવી, માંડવી, વાગરા, શિનોરમાં 2-2 ઈંચ આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં અગામી ત્રણ દિવસ વરસાદી આગાહી કરવામાં આવી છે.વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે.આજે વલસાડ અને દમણમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,દાદારાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે,અગામી ત્રણ દિવસ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગાહી કરવામાં આવી છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
જાણો આજે કયા જિલ્લામાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.સુરત, તાપી, નવસારી, ડાંગ,અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ,આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ગઈકાલ સાંજથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,આ વખતે સિઝનનો 48 ટકા વરસાદ વધુ નોંધાયો છે.
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ જશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ
સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમરેલીના લિલિયામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરા, નવસારીમાં 3-3 ઈંચ વરસાદ સાથે પાવી જેતપુરમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુર, કવાંટ, કડીમાં 2-2 ઈંચ વરસાદ તથા પ્રાંતિજ, બોડેલી, વાલિયામાં 2-2 ઈંચ વરસાદ સાથે ગણદેવી, માંડવી, વાગરા, શિનોરમાં 2-2 ઈંચ આવ્યો છે.