Gujarat Rain : આવનારા 6 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે,આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.24 સપ્ટેમ્બરે સુરત, દાદર નગર હવેલી,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે 26 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.27 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, નર્મદા,ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.28 સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, ખેડા,આણંદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં મધ્યમથી લઇ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ગરમી 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે,વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ થવાની સંભાવના છે. આજથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ આજથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે,આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.24 સપ્ટેમ્બરે સુરત, દાદર નગર હવેલી,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજયમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણો કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે 26 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ,દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.27 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, નર્મદા,ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.28 સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, ખેડા,આણંદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં મધ્યમથી લઇ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ગરમી 36 ડિગ્રીની આસપાસ રહી શકે છે,વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે,નવસારી, વલસાડ, દમણ,દાદરા નગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે.23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ થવાની સંભાવના છે.
આજથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલની આગાહી મૂજબ આજથી રાજયમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે,આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી રહેશે,નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભવાનાઓ સેવાઈ રહી છે.