Gujarat Rain: આજે હવામાન વિભાગ દ્રારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ
રાજયમા આજે સાર્વત્રિક વરસાદની આગાહી ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગ દ્રારા વરસાદને લઈ આગાહી કરાઈ છે,રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.કયાંક હળવા તો કયાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઇ આગાહી કરવામાં આવી છે. જાણો આજે કયાં કરાઈ છે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ,દાહોદ, મહીસાગર,વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી,દમણ, કચ્છ, સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી, દ્વારકા, દીવ,સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી શકયતાઓ છે.ગુજરાતમા મોન્સૂન ટ્રક સક્રિય ગુજરાતમાં હાલ એક જ વરસાદની સિસ્ટમ સક્રિય છે,મોન્સૂન ટ્રક રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે,એટલે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે,સાથે સાથે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે,રાજસ્થાનમાં પણ આ મોન્સૂન ટ્રકના કારણે ભારે વરસાદ થયો છે,અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. માછીમારો ના ખેડે દરિયો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં માછીમારો દરિયો ના ખેડે કેમકે,દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ છે.હાલમાં જે વરસાદ થશે તેના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો તે રોપી શકાશે,હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ આશીર્વાદ રૂપ બની રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજયમા આજે સાર્વત્રિક વરસાદની આગાહી
- ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી
- આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ
હવામાન વિભાગ દ્રારા વરસાદને લઈ આગાહી કરાઈ છે,રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.કયાંક હળવા તો કયાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઇ આગાહી કરવામાં આવી છે.
જાણો આજે કયાં કરાઈ છે મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ,દાહોદ, મહીસાગર,વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી,દમણ, કચ્છ, સુરેન્દ્રનગર,રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી, દ્વારકા, દીવ,સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે તેવી શકયતાઓ છે.
ગુજરાતમા મોન્સૂન ટ્રક સક્રિય
ગુજરાતમાં હાલ એક જ વરસાદની સિસ્ટમ સક્રિય છે,મોન્સૂન ટ્રક રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આગળ વધી રહી છે,એટલે ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે,સાથે સાથે અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે,રાજસ્થાનમાં પણ આ મોન્સૂન ટ્રકના કારણે ભારે વરસાદ થયો છે,અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
માછીમારો ના ખેડે દરિયો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં માછીમારો દરિયો ના ખેડે કેમકે,દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શકયતાઓ છે.હાલમાં જે વરસાદ થશે તેના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળશે સાથે નવો પાક રોપવો હશે તો તે રોપી શકાશે,હાલ ગુજરાતમાં ખેડૂતો માટે છૂટો છવાયો વરસાદ આશીર્વાદ રૂપ બની રહેશે.