Gujarat Police : રજૂઆતના ત્રીજા જ દિવસે ન્યાય: ફ્રોડમાં ફસાયેલા 35 લાખ કચ્છની મહિલાને પરત અપાવતા હર્ષ સંઘવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગર ખાતે પબ્લિક ડે દરમિયાન રજૂઆત માટે આવેલી કચ્છની મહિલાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ત્વરિત અને કડક આદેશથી મોટો ન્યાય મળ્યો છે. આર્થિક છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ રજૂઆત કર્યાના માત્ર ત્રીજા જ દિવસે ફ્રોડમાં ગયેલા પોતાના જીવનભરની કમાણીના રૂ. 35 લાખ પરત મેળવ્યા છે.
ડબલ પૈસા અને વધુ વળતરની લાલચ આપી કંપનીએ પૈસા પડાવ્યા
બનાવની વિગત અનુસાર, કચ્છના મુન્દ્રા ખાતે રહેતા આશાબેન સિદ્ધપુરા અંદાજે ત્રણ વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાથી 'કે.ડી. એન્ટરપ્રાઈઝ' નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા. ડબલ પૈસા અને વધુ વળતરની લાલચ આપી કંપનીએ આશાબેન અને અન્ય લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવી લીધા હતા.
સંચાલકોએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી
મુદત પૂરી થતાં કંપનીના સંચાલકોએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં આશાબેન ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આખરે ન્યાયની આશા સાથે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી.નાયબ મુખ્યમંત્રીએ ત્વરીત તપાસના આદેશ કર્યા
નાયબ મુખ્યમંત્રીએ આ મામલાને ગંભીરતાથી લઈને તુરંત જ પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાને કડક કાર્યવાહી કરી અરજદારના નાણાં પરત અપાવવા આદેશ આપ્યા હતા. આદેશ મળતાં જ પશ્ચિમ કચ્છ એલસીબી સહિતની પોલીસ ટીમે 'તેરા તુઝકો અર્પણ' અભિયાન હેઠળ તપાસ હાથ ધરી હતી પોલીસે માત્ર 3 જ દિવસમાં રૂ. 35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મેળવી
પોલીસે માત્ર 3 જ દિવસમાં રૂ. 35 લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મેળવી હતી. પોતાની કમાણી પાછી મળતાં આશાબેને નાયબ મુખ્યમંત્રી અને પશ્ચિમ કચ્છ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો તેમજ લોકોને આવી ડબલ પૈસાની લાલચ આપતી ફ્રોડ કંપનીઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

