Gujarat Police : Gmail યુઝર્સ સાવધાન ! ફેક સિક્યોરિટી એલર્ટથી થઈ શકે છે મોટું નુકસાન

Oct 20, 2025 - 14:00
Gujarat Police : Gmail યુઝર્સ સાવધાન ! ફેક સિક્યોરિટી એલર્ટથી થઈ શકે છે મોટું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ ફ્રોડ ઈ-મેલ્સ એ રીતે તૈયાર કરવામાં આવે છે કે તે Google તરફથી આવેલ સત્તાવાર મેઈલ જેવાં જ લાગે છે. સાઇબર નિષ્ણાતોના જણાવ્યાં મુજબ, આવા ઈ-મેલ્સનો ઉદ્દેશ્ય યૂઝર્સને ગભરાવીને ઉતાવળમાં ખોટી લિંક પર ક્લિક કરાવવાનો હોય છે. એકવાર યૂઝર લિંક પર ક્લિક કરે કે પોતાનો પાસવર્ડ દાખલ કરે, હેકર્સ તુરંત અકાઉન્ટ હેક કરી લે છે. જો તમે કોઈ પણ સાયબર ફ્રોડનો શિકાર બન્યાં હો, તો તાત્કાલિક 1930 નંબર પર ફોન કરો અથવા cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

છેતરપિંડી કેવી રીતે થાય છે ?

સાઇબર ઠગ્સ એવી નકલી ઈ-મેલ્સ મોકલે છે જેમાં લખેલું હોય કે તમારું અકાઉન્ટ જોખમમાં છે અથવા કોઈ અજાણી જગ્યાથી લોગિન થયો છે. ઈ-મેલમાં આપેલી લિંક પર ક્લિક કરતાં જ યુઝર્સની માહિતી હેકર્સ સુધી પહોંચી જાય છે. એકવાર અકાઉન્ટ હેક થઈ જાય, હેકર્સ તે પાસવર્ડનો ઉપયોગ અન્ય ઑનલાઇન સેવાઓમાં પણ લૉગિન માટે કરી શકે છે. જો યુઝર દરેક જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ કરે છે, તો મોટું નાણાકીય નુકસાન, ડેટા ચોરી અને પ્રાઇવસી ભંગ થવાની શક્યતા વધી જાય છે.

બચાવના ઉપાય :-

Sender ID તપાસો :- ઈ-મેલ ખરેખર Google તરફથી આવ્યો છે કે નહીં તેની ખાતરી કરો.

લિંક પર ક્લિક ન કરો :- અજાણી લિંક અથવા અટેચમેન્ટ ફાઈલ ખોલવાનું ટાળો.

ટુ-સ્ટેપ વેરિફિકેશન સેટ કરો : તમારા અકાઉન્ટની સુરક્ષા વધારવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનને સક્રિય કરો.

શબ્દો પર ધ્યાન આપો : ખોટી જોડણી અથવા અસમાન્ય ભાષા ઈ-મેલ ખોટો હોવાનું જણાવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0