Gujarat Palika Election 2025 : સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત !
સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,મતદાર યાદીમાંથી કેટલાકના નામ ગાયબ થયા હોવાની વાત સામે આવી છે જુદા-જુદા વિસ્તારના 35 મતદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને મતદાન માટે લાભ નથી મળ્યો અને મતદાર યાદીમાંથી નામ ગાયબ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,પણ આ વખતે તેઓ મતદાન કરી શકયા નથી,મતદારોએ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરોને કરી રજૂઆત. પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાક મતદારો આજે મતદાનથી વંચિત રહ્યાં ! પ્રાંતિજમાં મતદારોએ ગયા વખતે મતદાન કર્યું હતું તે લોકોના નામ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે,પ્રાંતિજના અલગ અલગ વિસ્તારોમાં 35 જેટલા મતદારોએ આક્ષેપ કર્યો હતો કે ગત વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે લોકોએ મતદાન કર્યું હતું પરંતુ આ વખતે તેઓ બુથના રજીસ્ટર ચેક કરી કરીને થાક્યા પરંતુ તેમનું નામ કોઈપણ જગ્યાએ નથી,પ્રાંતિજ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે 61 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. પ્રાંતિજ નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ ન મળતાં તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તલોદ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે 62 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તો ખેડબ્રહ્મા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 60 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.
![Gujarat Palika Election 2025 : સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત !](https://epapercdn.sandesh.com/images/2025/02/16/ZXq2fni9sErffSbiwVsRSOIoZqDdx4aFRmcCRbHy.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠાના પ્રાંતિજમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,મતદાર યાદીમાંથી કેટલાકના નામ ગાયબ થયા હોવાની વાત સામે આવી છે જુદા-જુદા વિસ્તારના 35 મતદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને મતદાન માટે લાભ નથી મળ્યો અને મતદાર યાદીમાંથી નામ ગાયબ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,પણ આ વખતે તેઓ મતદાન કરી શકયા નથી,મતદારોએ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરોને કરી રજૂઆત.
પ્રાંતિજ નગરપાલિકામાં કેટલાક મતદારો આજે મતદાનથી વંચિત રહ્યાં !
પ્રાંતિજમાં મતદારોએ ગયા વખતે મતદાન કર્યું હતું તે લોકોના નામ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે,પ્રાંતિજના અલગ અલગ વિસ્તારોમાં 35 જેટલા મતદારોએ આક્ષેપ કર્યો હતો કે ગત વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે લોકોએ મતદાન કર્યું હતું પરંતુ આ વખતે તેઓ બુથના રજીસ્ટર ચેક કરી કરીને થાક્યા પરંતુ તેમનું નામ કોઈપણ જગ્યાએ નથી,પ્રાંતિજ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે 61 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. પ્રાંતિજ નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ ન મળતાં તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તલોદ નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે 62 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. તો ખેડબ્રહ્મા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 60 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર
એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.