Gujarat News:તિરંગા યાત્રાને કારણે ધરમપુર ખાતે યોજાનારી IPS અધિકારીઓની ચિંતન શિબિર મોકૂફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડના ધરમપુરમાં યોજાનાર IPS અધિકારીઓની 3 દિવસીય ચિંતન શિબર મોકૂફ રાખવામાં આવી છે. ધરમપુર ખાતે રાજ્યના IPS અધિકારીઓ સહિત 200 પોલીસ અધિકારીઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવાના હતાં. 11થી 13 ઓગસ્ટ સુધી આ શિબિર યોજાવાની હતી. પરંતુ 15 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાવાની હોવાથી આ શિબિર મોકૂફ રાખવામાં આવી છે.
વલસાડના ધરમપુરમાં યોજાવાની હતી શિબિર
પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી 11થી 13 ઓગસ્ટ સુધી વલસાડના ધરમપુર ખાતે IPS અધિકારીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના IPS સહિત 200 પોલીસ અધિકારીઓ ત્રણ દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેવાના હતાં. બંદોબસ્તથી ભરપૂર સમયગાળામાં પોલીસ અધિકારીઓ ચિંતન શિબિરમાં ભાગ લેવાના હતાં. આ શિબિરને કારણે રાજ્યભરમાં શહેર, રેન્જ, જિલ્લા અને મહત્વની બ્રાંચનો ચાર્જ જુનિયર અધિકારીઓને આપવાનો નિર્ણય લેવાયો હતો.
ચિંતન શિબિરની નવી તારીખ જાહેર કરાશે
હવે આ ત્રણ દિવસીય શિબિરને મોકૂફ રાખવામાં આવી છે. 15મી ઓગસ્ટે યોજાનાર તિરંગા યાત્રાને લઈને ચિંતન શિબિર મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં યોજાનારી આ યાત્રામાં પોલીસ બંદોબસ્ત હોવાથી શિબિરને મોકૂફ કરવી પડી છે. આ શિબિર માટે હવે નવી તારીખો જાહેર કરવામાં આવશે. રાજ્યમાં યોજાનારી તિરંગા યાત્રાની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
What's Your Reaction?






