Gujarat News: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, જાણો શું અભિયાન ચલાવશે

May 24, 2026 - 12:30
Gujarat News: સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, જાણો શું અભિયાન ચલાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહારાષ્ટ્રના અને હાલ બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકેની ઇન્ટરનેટ પર અત્યારે સૌથી વધુ વાયરલ અને ટ્રેન્ડિંગ બનેલી કોકરોચ જનતા પાર્ટી સીજેઆઈ (CJI) સૂર્યકાંતની યુવાનો પરની કોક્રોચ ટિપ્પણી બાદ અચાનક ભારે લોકપ્રિય થઈ ગઈ છે. હવે આ પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. સૌશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલી આ પાર્ટી હવે દેશની GenZ ક્રાંતિને હવે ગુજરાત વ્યાપી બનાવવા એક્ટિવ થઈ ગઈ છે.

કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી

કોકરોચ જનતા પાર્ટી દ્વારા હવે ગુજરાતમાં GenZ ક્રાંતિને સક્રિય કરવા આયોજનો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી પહેલી જૂનથી રાજ્યમાં શહેર, ગામ, મહોલ્લા અને કોલેજોમાં આ પાર્ટી દ્વારા અભિયાન શરૂ થશે. હું કોકરોચ છું અને હું ક્રાંતિકારી છું જેવા નારા સાથે અભિયાન શરૂ થશે.અન્યાય, અત્યાચાર અને શોષણ સામે આ પાર્ટી ગુજરાતમાં મેદાનમાં ઉતરી છે.

હું કોકરોચ છું, હું ક્રાંતિકારી છું નારા સાથે અભિયાન

ગુજરાતમાં એક્ટિવ થયેલી આ પાર્ટી ખોટા કેસમાં ફસાયેલા લોકોને સમર્થન આપશે એવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં સત્યની લડાઈ લડનારાને પણ સમર્થન આપશે તેવી વિગતો સામે આવી છે. બંધારણિય મૂલ્યોના આધારે કાનૂની લડત લડવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ થયેલી આ પાર્ટી હવે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે.

આ પણ વાંચોઃ Cockroach Janta Partyના સ્થાપકનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક, ભારતમાં X હેન્ડલ પણ બંધ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0