Gujarat News: સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલા શિક્ષણ સહાયકની ભરતી માટેના નિર્ણયને આખરી મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા શિક્ષણ સહાયકની ભરતી કરાશે. આ શિક્ષણ સહાયક શૈક્ષણિક અને વહીવટી કામમાં મદદરૂપ થશે. શિક્ષણ સહાયક માટે કોમ્પ્યુટરની જાણકારી અને શૈક્ષણિક લાયકાત જરૂરી છે. સરકાર શાળા સહાયકની સીધી ભરતી નહીં કરે. જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળામાં ભરતી કરાશે.
શિક્ષક સહાયકની ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરાશે
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક સહાયકની ભરતી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કરાશે. રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી માસમાં લેવાયેલા નિર્ણયને આખરી મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણની ગુણવત્તા સુધરે અને શાળાના વહીવટી કામમાં સહાયરૂપ થઈ શકે એ માટે શિક્ષક સહાયક કામ કરશે.આ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી માન્યતા પ્રાપ્ત એજન્સી પાસેથી આઉટસોર્સિંગ દ્વારા લેવાશે. કોમ્પ્યુટરની જાણકારી ઉપરાંત જરૂરી શૈક્ષણિક લાયકાતો ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની હસ્તકની સરકારી પગાર શાળામાં શિક્ષણ સહાયક લેવાશે.
આઉટસોર્સિંગથી જગ્યા ભરવા ઠરાવ કરવામાં આવ્યો હતો
શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકની યોજના અંગેની નવી બાબતની વહિવટી મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે. આ સાથે વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરતોને આધિન શાળા સહાયક આઉટસોર્સિંગથી જગ્યા ભરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






