Gujarat News: શિક્ષણ સહાયકની ભરતી માટે ગાંધીનગરમાં ઉમેદવારો ઉમટ્યા, વહુને નોકરી મળે તે માટે સાસુ આંદોલનમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં ધો.9થી 12માં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઉમેદવારો બીજા રાઉન્ડમાં ભરતીની માગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતાં. ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જઈ ભરતી કરવા માગ કરી હતી. આ દરમિયાન શિક્ષકોની ભરતીના આંદોલનમાં વહુ સાથે સાસુ પણ જોડાયા હતાં અને પોતાની પુત્રવધુને નોકરી મળે તે માટે આંદોલનમાં જોડાયા હતાં.
સાસુ વહુને નોકરી મળે તે માટે આંદોલનમાં જોડાયા
શિક્ષણ સહાયકોની ભરતી કરવા મુદ્દે ઉમેદવારો આંદોલન પર ઉતર્યા છે. ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં. બેનરો સાથે ઉમટેલા ઉમેદવારોએ શિક્ષણ સહાયકની ભરતીની માગ કરી હતી. ધોરણ 9થી 12માં ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોએ માગ કરી હતી. આ આંદોલનમાં વહુ સાથે સાસુ પણ જોડાયા હતાં. સાસુ વહુને નોકરી મળે તે માટે આંદોલનમાં જોડાયા હતાં.
જામનગરથી ઉમેદવાર વહુ સાથે સાસુ પણ ગાંધીનગર આવ્યા
જામનગરથી ઉમેદવાર વહુ સાથે સાસુ પણ ગાંધીનગર આવ્યા હતાં. સાસુએ કહ્યું હતું કે, આ મારી વહુ નહીં પણ મારી દીકરી છે. તેણે ભણી ગણીને પરીક્ષાઓ પાસ કરી છે. સરકારે નોકરી આપવી જોઈએ. સમગ્ર રાજ્યમાંથી આવેલા ઉમેદવારોએ હાથમાં બેનર લઈને સુત્રોચ્ચાર કર્યા હતાં. વિદ્યા સમીક્ષા ખાતે ઉમટેલા ઉમેદવારોએ ધોરણ 9થી 12માં ખાલી પડેલી શિક્ષણ સહાયકની જગ્યાઓ પર ભરતી કરવા માગ કરી હતી.
What's Your Reaction?






