Gujarat News: ચારેય આતંકીઓ પાકિસ્તાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે સંપર્કમાં હતાં, ATSને ઓપરેશન સિંદૂરને લગતી પોસ્ટ મળી

Jul 23, 2025 - 19:00
Gujarat News: ચારેય આતંકીઓ પાકિસ્તાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે સંપર્કમાં હતાં, ATSને ઓપરેશન સિંદૂરને લગતી પોસ્ટ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ATS આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા લોકોને ઝડપી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. ગત મે મહિનામાં ATSએ પાકિસ્તાન જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયાના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશથી આ આતંકીઓને ઝડપી પાડ્યાં છે. આ ચારેય આતંકીઓ લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતાં. આ આતંકવાદીઓમાંથી એક આતંકી અમદાવાદના ફતેહવાડી વિસ્તારનો હતો. ગુજરાતના બે આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ATSને 10 જૂને પાંચ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી

ગુજરાત એટીએસને 10 જૂને પાંચ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. આ પાંચ ઈન્સ્ટાગ્રામ આઈડીની તપાસ કરવા માટે એક ટીમ બનાવી હતી. જેમાં મુજાહિદ-1 અને મજાહિદ-2 દિલ્હીથી ચાલતુ હતુ. મોહંમદ ફેઝ મુખ્ય આરોપી છે જેનું પાકિસ્તાન કનેક્શન છે. ફરદિન નામના શખ્સ પાસેથી એક તલવાર પણ મળી આવી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ભડકાઉ અને ઉશ્કેરણીજનક સામગ્રી ફેલાવવા માટે કરવામાં આવ્યો છે.ખાસ કરીને હિન્દુ સમુદાયના સભ્યો અને લોકશાહી શાસનની સંસ્થાઓને લક્ષ્ય બનાવવી. આ ક્રિયાઓનો હેતુ યુવાનોને કટ્ટરપંથી બનાવવા,સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાનો અને ઇસ્લામિક ખિલાફતની સ્થાપનાના આડમાં અલગતાવાદી અને આતંકવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો છે.

ઓપરેશન સિંદૂર ને લગતી પોસ્ટ મળી

અલકાયદાના આતંકીઓ વિશે ATS દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં ચારેય આતંકીઓએ દેશવિરોધી કાર્યવાહી માટે લોકોને ઉશ્કેર્યા હતાં. આતંકીઓ જેહાદનો ફેલાવો કરતા હતા.પાકિસ્તાનના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે સંપર્કમાં હતા. ફરદીનને ડીટેઈન કરતા અલકાયદાના પુરાવા મળ્યા હતાં. આતંકીઓના એકાઉન્ટમાંથી ઓપરેશન સિંદૂર ને લગતી પોસ્ટ મળી હતી. જીશાનના આઈડીમાંથી હથિયારના ફોટા મળ્યા હતાં. ડમી નામથી આઈડી બનાવ્યા હતાં. આતંકીઓ ઉર્દુમાં વાતો કરતા હતાં. લોકોને શરિયત લાગુ કરવાના ભાષણ મોકલતા હતાં.  

ચારેય આતંકીઓ લાંબા સમયથી ATSની રડારમાં હતા

ગુજરાત ATS દ્વારા આજે જે આતંકીઓને પકડવામાં આવ્યા છે તે ભારતીય મુળના લોકો છે. આ ચારેય આતંકીઓની ઉંમર 20થી 25 વર્ષની હોવાનું સામે આવ્યું છે. તેઓ ભારતમા મોટા પાયે આતંકી પ્રવૃત્તિનું આયોજન કરવાના હતાં. આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા.તેઓ લોકોને સોશિયલ મીડિયાથી લોકોને પોતાના ગ્રુપમાં જોડતા હતાં. ઝડપાયેલા 4 આતંકી રેડિકલાઈઝ થયા હતા અને લાંબા સમયથી ATSની રડારમાં હતા.

મોહંમદ ફરદીન અમદાવાદના ફતેહવાડીનો રહેવાસી છે

ATS દ્વારા ઝડપાયેલા ચાર આતંકીઓમાંથી મોહંમદ ફૈક દિલ્હીના ફરસખાનાનો રહેવાસી છે. જ્યારે મોહંમદ ફરદીન અમદાવાદના ફતેહવાડીનો રહેવાસી છે. સૈફુલ્લા કુરેશી મોડાસાના ભોઇવાડીનો રહેવાસી છે.આતંકી ઝીશાન અલી નોઇડાનો રહેવાસી છે. સૈફુલ્લા ફર્નિચરની દુકાનમાં નોકરી કરતો હતો. આ ઉપરાંત ગુજરાતમાંથી પકડાયેલા વધુ એક આતંકી સૈફુલ્લા કુરેશીનું મોડાસાના ખાટકીવાડમાં મકાન છે. સોશિયલ મીડિયા પર તે ઘણો એક્ટિવ રહેતો હતો. અલકાયદા મોડ્યુલમાં તે જોડાયેલો હતો. આ ચારેય આરોપીઓ ભારતીય મુળના છે. ચારેયને ઝડપીને તેઓ શું કરવાના હતાં અને શું પ્લાન હતો તેની બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી છે. ચારેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0