Gujarat News: કચ્છ જિલ્લાને એક જ દિવસમાં અંદાજે 680 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ

Nov 23, 2025 - 18:30
Gujarat News: કચ્છ જિલ્લાને એક જ દિવસમાં  અંદાજે 680 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂ.503 કરોડથી વધુના 55 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ.498 કરોડના ખર્ચે 52 કામનું ખાતમૂહુર્ત અને રૂ.5.79 કરોડના ખર્ચે નવનિર્મિત 03 કામોનું લોકાર્પણ થયું હતું.

વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભૂજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારોને રૂ.503 કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ,નાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું.વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે.ધોરડો રણોત્સવના કારણે ‘ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન’ બન્યું છે. ધોરડોના સફેદ રણને દુનિયાના ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે સ્થાન મળ્યું છે. કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે.

આ વિકાસ કામોની કચ્છના નાગરિકોને ભેટ

મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા રૂ. ૩૯૩.૩૯ કરોડના ૨૩ કામોનું ખાતમૂહુર્ત, વન વિભાગના રૂ. ૨.૬૦ કરોડના છારી ઢંઢ અને પડાલા મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસકામનું લોકાર્પણ, સિંચાઈ વિભાગ દ્વારા રૂ.૬ કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમૂહુર્ત, શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના ગુનેરી ખાતે રૂ. ૩.૧૯ કરોડના ખર્ચે નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણ, જીએસઆરડીસી દ્વારા રૂ. ૪૨.૫૦ કરોડના ખર્ચે ભુજ-મુન્દ્રા રોડ અને રૂ.૧૯.૭૨ કરોડના ખર્ચે ભુજ-નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસર્ફેસિંગના કામનું ખાતમૂહુર્ત અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂ. ૨૬.૫૨ કરોડના ખર્ચે વિવિધ રોડના રિસર્ફેસિંગ કામોની ભેટ કચ્છવાસીઓને આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0