Gujarat News: SGSTએ રાજ્યમાંથી રૂ.128 કરોડનું કૌભાંડ ઝડપ્યું, જામનગરથી પિતા-પુત્રની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યના SGST વિભાગે ટેક્સ ચોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા આશરે રૂ.128 કરોડનું જંગી કૌભાંડ ઝડપી પાડ્યું છે.આ કૌભાંડમાં જામનગર સ્થિત માંડોવરા ટ્રેડિંગ કંપનીના સંચાલકોની ધરપકડ કરવામાં આવતા વેપાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. SGST વિભાગના અધિકારીઓએ જામનગરથી પિતા અને પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય શહેરોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર SGST વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે રાજ્યમાં કેટલાક વેપારીઓ ફેક ઇનવોઇસિંગ બનાવી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી રહ્યા છે.તપાસ દરમિયાન બહાર આવ્યું કે,માંડોવરા ટ્રેડિંગ કંપની દ્વારા પિત્તળ અને તાંબાના ભંગારના વેપારના નામે મોટા પાયે ખોટા બિલ બનાવવામાં આવતા હતા.આ બોગસ વ્યવહારો દ્વારા કંપનીએ સરકાર પાસેથી ગેરકાયદેસર રીતે રૂ.23.08 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SGST વિભાગની વિવિધ ટીમો દ્વારા જામનગર,રાજકોટ,અમદાવાદ, ગાંધીનગર,વડોદરા,સુરત અને ભાવનગર સહિતના મુખ્ય શહેરોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
બોગસ બિલિંગના અનેક કૌભાંડોનો પર્દાફાશ
આ તપાસ દરમિયાન ટેક્સ ચોરીને લગતા મહત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને બોગસ બિલિંગના અનેક કૌભાંડોનો પર્દાફાશ થયો છે.વિભાગના અધિકારીઓએ તપાસમાં સામેલ મુખ્ય આરોપી પિતા અને પુત્રને જામનગરથી પકડી પાડી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે.આ કૌભાંડમાં માત્ર જામનગર જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં ફેલાયેલું આખું નેટવર્ક હોવાની આશંકા છે.જીએસટી વિભાગ હાલ તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. જેના કારણે આવનારા દિવસોમાં આ કૌભાંડનો આંકડો વધુ વધી શકે છે અને અન્ય સંડોવાયેલા વેપારીઓ પર પણ ગાજ પડી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

