Gujarat News: PM મોદીના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ, 1.27 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.
378થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન થશે
રાજ્યમાં 378થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે.જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે.
વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ
તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશય થી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે. આ ઉપરાંત આ રક્તદાનમાં શિક્ષકો અને વાલીઓ પણ જોડાયા છે. અમદાવાદ ખાતે 32 સેન્ટરો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા પ્રથમ રક્તદાન કરાયું હતું. અમદાવાદમાં આ શિબિરમાં 11 હજાર રક્તદાતા મતદાન કરશે. 1.20 યુનિટ બ્લડ એકત્રિત કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.
What's Your Reaction?






