Gujarat News: સુરતથી દુબઈ જતી ફલાઈટ રદ થતાં હીરા ઉદ્યોગકારોમાં ચિંતા, રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા અટકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ છે અને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે,હજારો ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે. આ યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. સુરતથી દુબઈ જતી ફ્લાઈટ રદ થતાં હીરાના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
હીરા ઉદ્યોગમાં આર્થિક નુકસાન થવાની શક્યતાઓ
છેલ્લા બે ત્રણ વર્ષથી સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીમાં જાણે પડ્યા પર પાટુ હોય તે રીતે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધને કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુરતથી દુબઈ જતી ફ્લાઈટ રદ થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. રફ હીરાના ટેન્ડરિંગની પ્રક્રિયા પણ અટકી પડી હોવાનું ઉદ્યોગકારો પાસેથી જાણવા મળ્યું છે. આ યુદ્ધને કારણે હીરા ઉદ્યોગમાં મોટુ આર્થિક નુકસાન થવાની શક્યતાઓ છે.
ફ્લાઈટ રદ થતાં હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ
ઈરાન ઈઝરાયેલ યુદ્ધને લઈને સુરતથી દુબાઈ જતી ફ્લાઈટો આગામી 24 કલાક માટે રદ કરવા મામલે હીરા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છે. દુબઈને રફ હીરાની ઈન્ડસ્ટ્રી માનવામાં આવે છે. જે કોઈ હીરા ઉદ્યોગકારોએ પોતાની ટેન્ડરિંગ પ્રક્રિયા માટેની તારીખ લીધી હોય તેને હવે રદ કરાઈ છે. આ ઉપરાંત ઈઝરાયેલમાં પણ ડિઝાઈનિંગ હીરાનો વેપાર મોટા પ્રમાણમા થાય છે. આ વેપાર ડાયરેક્ટ સુરતથી કરવામાં આવે છે. જો લાંબા ગાળે યુદ્ધ ચાલે તો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચોક્કસ પણે અસર થશે.
આ પણ વાંચોઃ Ahmedabad News : ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વિમાન સેવા પર અસર, અમદાવાદથી ટેકઓફ કરતી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

