Gujarat News : રાજ્યમાં RTOનું વાહન પોર્ટલ ઠપ્પ થતાં 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ

May 20, 2026 - 08:00
Gujarat News : રાજ્યમાં RTOનું વાહન પોર્ટલ ઠપ્પ થતાં 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં મંગળવારે ફરી NICના લીધે 'વાહન' પોર્ટલ ખોરવાતા ફરી મુશ્કેલી ઊભી થઈ હતી. 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ ગઈ હતી અને RTOમાં અરજદારોને ધરમધક્કો પડ્યો હતો. વાહન પોર્ટલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સોશિયલ મીડિયાથી કોઈ સત્તાવાર જાણ કરાઈ નહોતી, જેના લીધે આકરા તાપમાં સમયસર પહોંચેલા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા તેઓ પરેશાન થઈ ગયા હતા. RTOમાં મંગળવારે ઓફ્લાઇન કામ બંધ હતું તો વાહન રજિસ્ટ્રેશન, પરમીટ સહિતની ઓનલાઈન કામગીરી પણ અટકી ગઈ હતી. જેના લીધે કેટલાક વાહન ડીલરોના શો-રૂમ પર ગ્રાહકોનો કકળાટ જોવા મળ્યો હતો.

ઉચ્ચ અધિકારીઓનું NICનું રટણ ચાલુ રહ્યું

વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓનું NICનું રટણ ચાલુ રહ્યું હતું અને વિવિધ એપોઈન્ટમેન્ટ રિશીડ્યુલ કરી આપી હતી. બુધવારે પોર્ટલ અંગે તપાસ કર્યા પછી જ અરજદારોને RTO કચેરીમાં આવવા અપીલ કરાઈ છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગની ઘોર બેદરકારી અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સર્વરમાં ગત સપ્તાહમાં ચાર દિવસ ટેકનિકલ ખામી બાદ મંગળવારે સવારથી જ પોર્ટલ સંપૂર્ણપણે બંધ રહેતા રાજ્યભરની RTO કચેરીઓમાં આવેલા હજારો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં વાહન પોર્ટલ ઠપ થવાના લીધે નવા વાહનની ઓનલાઈન રજિસ્ટ્રેશન, રેગ્યુલર નંબર, HSRP, વાહનમાં લોન દાખલ, લોન કેન્સલ, જૂના વાહનો ટ્રાન્સફર, અન્ય રાજ્યના વાહન ટ્રાન્સફર, ટ્રાન્સપોર્ટ વાહનની પરમીટ સહિતની ઓનલાઈન અને ઓફ્લાઈન મળી 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ પડી હતી.

અધિકારીઓ માત્ર મીટિંગોમાં વ્યસ્ત છે

આશ્ચર્યની વાત એ છે કે, વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં રસ હોય તેમ લાગતું નથી. અધિકારીઓ માત્ર મીટિંગોમાં વ્યસ્ત છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નીચેના સ્તરના RTO અધિકારીઓ કે અરજદારોને સાચી હકીકત જણાવવામાં આવતી નથી. નવા વાહનોના રજિસ્ટ્રેશન ન થવાને કારણે ઓટોમોબાઈલ સેક્ટર પર પણ તેની માઠી અસર પડી છે. વાહન ડીલરોના શો-રૂમ પર ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ડીલરોનું કહેવું છે કે પોર્ટલ ન ચાલવાને કારણે તેઓ ગ્રાહકોને વાહનની ડિલિવરી આપી શકતા નથી. બીજી તરફ, તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા અંગે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની એડવાઈઝરી જાહેર ન કરાતા અરજદારોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: JPCની ટીમનો ગુજરાતમાં આજે બીજો દિવસ, CM સહિત રાજકીય નેતાઓની મિટિંગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0