Gujarat Monsoon: સૌરાષ્ટ્રથી આવતા-જતા મુસાફરો માટે સમાચાર...ભારે વરસાદને પગલે બગોદરા-ધંધુકા રોડ બંધ
બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાઇવર્ટ કરાયોજાહેર જનતાની સલામતીને લઇ રોડ બંધ કરાવાનો નિર્ણયવૈકલ્પિક રોડ વટામણ ચોકડી, પીપળી, ફેદરા થી ધંધુકા સુધીનો રહેશે સૌરાષ્ટ્રના જિલ્લાઓને મેઘરાજા મન મુકીને ધમરોળી રહ્યા છે. અનેક રોડ-રસ્તાઓ ભારે વરસાદને પગલે ધોવાયા છે. સૌરાષ્ટ્ર આવતા-જતા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બગોદરા-ફેદરા સ્ટેટ હાઈવે ઓવર ટોપીંગ થવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો અગત્યનો રાજય ધોરી માર્ગ બગોદરા-ધંધુકા રોડ ભારે વરસાદને પગલે બંધ કરવામાં આવ્યો છે. 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે તમામ જિલ્લામાં જળબંબારાની સ્થિતિ સર્જાઇ છે. ભારેથી અતિભારે વરસાદ અને ઉપર વાસમાંથી પાણીનો અવરોહ આવવાના કારણોસર બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેને લઇ બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાઇવર્ટ કરાયો છે.ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ ધોવાયા છે તો અનેક જગ્યાએ મેઘરાજાએ તંત્રની પોલ ખોલી છે. તેવામાં તંત્ર દ્વારા લોકોની સલામતીને લઇ કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે હેતુસર જાહેર જનતાની સલામતી માટે રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસ્તાને બગોદરા પોઈન્ટથી ફેદરા પોઈન્ટ સુધી બંધ કરવાની ફરજ પડી છે. વધુમાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉક્ત રસ્તો બંધ કરતાં, વૈકલ્પિક વ્યવસ્થા અર્થે ફેદરાથી પીપળી, પીપળીથી વટામણ અને વટામણથી બગોદરા પર વાહનવ્યવહાર ડાઈવર્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાઇવર્ટ કરાયો
- જાહેર જનતાની સલામતીને લઇ રોડ બંધ કરાવાનો નિર્ણય
- વૈકલ્પિક રોડ વટામણ ચોકડી, પીપળી, ફેદરા થી ધંધુકા સુધીનો રહેશે
સૌરાષ્ટ્રના જિલ્લાઓને મેઘરાજા મન મુકીને ધમરોળી રહ્યા છે. અનેક રોડ-રસ્તાઓ ભારે વરસાદને પગલે ધોવાયા છે. સૌરાષ્ટ્ર આવતા-જતા મુસાફરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બગોદરા-ફેદરા સ્ટેટ હાઈવે ઓવર ટોપીંગ થવાના કારણે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો અગત્યનો રાજય ધોરી માર્ગ બગોદરા-ધંધુકા રોડ ભારે વરસાદને પગલે બંધ કરવામાં આવ્યો છે. 5 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને પગલે તમામ જિલ્લામાં જળબંબારાની સ્થિતિ સર્જાઇ છે. ભારેથી અતિભારે વરસાદ અને ઉપર વાસમાંથી પાણીનો અવરોહ આવવાના કારણોસર બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેને લઇ બગોદરા-ફેદરા રોડ ઉપર પાણી ફરી વળતા રોડ ડાઇવર્ટ કરાયો છે.
ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ ધોવાયા છે તો અનેક જગ્યાએ મેઘરાજાએ તંત્રની પોલ ખોલી છે. તેવામાં તંત્ર દ્વારા લોકોની સલામતીને લઇ કોઈ અનઈચ્છનીય ઘટના ન બને તે હેતુસર જાહેર જનતાની સલામતી માટે રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસ્તાને બગોદરા પોઈન્ટથી ફેદરા પોઈન્ટ સુધી બંધ કરવાની ફરજ પડી છે.
વધુમાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉક્ત રસ્તો બંધ કરતાં, વૈકલ્પિક વ્યવસ્થા અર્થે ફેદરાથી પીપળી, પીપળીથી વટામણ અને વટામણથી બગોદરા પર વાહનવ્યવહાર ડાઈવર્ટ કરાવવા અપીલ કરવામાં આવી છે.