Gujarat Monsoon: ખરીફ વાવેતર ગત વર્ષ કરતા ઓછું, જાણો શું થશે મોંઘુ

ખરીફ વાવેતર 69.66 લાખ હેક્ટર વિસ્તારમાં ગત વર્ષે 74.66 લાખ હેક્ટરમાં થયું હતું વાવેતર સરેરાશ કરતા ઓછા વરસાદથી ડાંગરનું વાવેતર ઘટ્યું રાજ્યમાં ખરીફ વાવેતર ગત વર્ષ કરતા ઓછું થયુ છે. જેમાં ખરીફ વાવેતર 69.66 લાખ હેક્ટર વિસ્તારમાં થયુ છે. તેમજ ગત વર્ષે 74.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. સરેરાશ કરતા ઓછા વરસાદથી ડાંગરનું વાવેતર ઘટ્યું છે. તેમાં ડાંગરનું વાવેતર 7 લાખ હેક્ટરથી ઘટી 6.31 લાખ થયું છે. તથા મગફળીનું વાવેતર 16.21 લાખ હેક્ટરથી વધી 18.81 લાખ થયુ છે. કપાસનું વાવેતર 26.61 લાખથી ઘટી 23.15 લાખ થયું કપાસનું વાવેતર 26.61 લાખથી ઘટી 23.15 લાખ થયું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છતાં ખરીફ વાવેતર ગત વર્ષ કરતા ઓછું થયુ છે. રાજ્યમાં ખરીફ વાવેતર 81 ટકા સાથે 69.66 લાખ હેક્ટર વિસ્તારમાં થયુ છે. જેમાં રાજ્યમાં ગત વર્ષે આ સમયે 74.66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતુ. જેમાં સરેરાશ કરતા ઓછા વરસાદના કારણે ડાંગરનું વાવેતર 7 લાખ હેક્ટરથી ઘટી 6.31 લાખ હેક્ટર સાથે 74 ટકા નોંધાયુ છે. તેમજ મગફળીનું વાવેતર 16.21 લાખ હેક્ટરથી વધી 18.81 લાખ હેક્ટર સાથે 107 ટકા થયુ છે. કપાસનું વાવેતર 26.61 લાખથી ઘટી 23.15 લાખ હેક્ટર સાથે 92 ટકા થયુ છે. અડદનું પણ 50 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરૂ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક ગણાય છે. રાજ્યમાં 4.25 લાખ હેક્ટરમાં વાવેતર થતા કઠોળ પાકોમાં સૌથી વધારે વાવણી તુવેરની થાય છે. ખેડૂતોએ તુવેરની 1.70 લાખ હેક્ટરમાં વાવણી કરી છે. અડદનું પણ 50 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. ગુજરાતમાં સોયાબીનનું વાવેતર પણ વધ્યું ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી વધારે વાવેતર કપાસ અને મગફળીનું થતું હોય છે. ખેડૂતોએ આ બંને પાકોની વાવણી વધારી છે. ગુજરાતમાં રોકડિયા પાક ગણાતા આ બંને પાકમાં ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી આ વાવણી વધી છે. રાજ્યમાં મગફળીનું સૌથી વધારે વાવેતર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થાય છે. મગફળીના 17.51 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે આ વર્ષે 18.28 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે. જેથી ખેડૂતોને ભાવમાં સમસ્યા થાય તેવી પૂરી સંભાવના છે. મગફળીની વાવણી 104 ટકાએ પહોંચી છે. ગુજરાતમાં સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે. ખેડૂતોએ તલની વાવણીમાં મોટો ઘટાડો કર્યો છે. ડિસેમ્બરમાં તલના ભાવ ઉંચકાશે એમાં બેમત નથી. તલના 76 હજાર હેક્ટરમાં વાવેતર વિસ્તાર સામે ખેડૂતોએ માત્ર 25,600 હેક્ટરમાં વાવણી કરી છે. આ વાવણી ઘટી તો માલમાં ઘટ એ ભાવમાં ફેરવાશે. એરંડાની વાવણીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એરંડાનું માત્ર 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

Gujarat Monsoon: ખરીફ વાવેતર ગત વર્ષ કરતા ઓછું, જાણો શું થશે મોંઘુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખરીફ વાવેતર 69.66 લાખ હેક્ટર વિસ્તારમાં
  • ગત વર્ષે 74.66 લાખ હેક્ટરમાં થયું હતું વાવેતર
  • સરેરાશ કરતા ઓછા વરસાદથી ડાંગરનું વાવેતર ઘટ્યું

રાજ્યમાં ખરીફ વાવેતર ગત વર્ષ કરતા ઓછું થયુ છે. જેમાં ખરીફ વાવેતર 69.66 લાખ હેક્ટર વિસ્તારમાં થયુ છે. તેમજ ગત વર્ષે 74.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. સરેરાશ કરતા ઓછા વરસાદથી ડાંગરનું વાવેતર ઘટ્યું છે. તેમાં ડાંગરનું વાવેતર 7 લાખ હેક્ટરથી ઘટી 6.31 લાખ થયું છે. તથા મગફળીનું વાવેતર 16.21 લાખ હેક્ટરથી વધી 18.81 લાખ થયુ છે.

કપાસનું વાવેતર 26.61 લાખથી ઘટી 23.15 લાખ થયું

કપાસનું વાવેતર 26.61 લાખથી ઘટી 23.15 લાખ થયું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ છતાં ખરીફ વાવેતર ગત વર્ષ કરતા ઓછું થયુ છે. રાજ્યમાં ખરીફ વાવેતર 81 ટકા સાથે 69.66 લાખ હેક્ટર વિસ્તારમાં થયુ છે. જેમાં રાજ્યમાં ગત વર્ષે આ સમયે 74.66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતુ. જેમાં સરેરાશ કરતા ઓછા વરસાદના કારણે ડાંગરનું વાવેતર 7 લાખ હેક્ટરથી ઘટી 6.31 લાખ હેક્ટર સાથે 74 ટકા નોંધાયુ છે. તેમજ મગફળીનું વાવેતર 16.21 લાખ હેક્ટરથી વધી 18.81 લાખ હેક્ટર સાથે 107 ટકા થયુ છે. કપાસનું વાવેતર 26.61 લાખથી ઘટી 23.15 લાખ હેક્ટર સાથે 92 ટકા થયુ છે.

અડદનું પણ 50 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે

ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરૂ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક ગણાય છે. રાજ્યમાં 4.25 લાખ હેક્ટરમાં વાવેતર થતા કઠોળ પાકોમાં સૌથી વધારે વાવણી તુવેરની થાય છે. ખેડૂતોએ તુવેરની 1.70 લાખ હેક્ટરમાં વાવણી કરી છે. અડદનું પણ 50 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં સોયાબીનનું વાવેતર પણ વધ્યું

ગુજરાતમાં ખરીફ સિઝનમાં સૌથી વધારે વાવેતર કપાસ અને મગફળીનું થતું હોય છે. ખેડૂતોએ આ બંને પાકોની વાવણી વધારી છે. ગુજરાતમાં રોકડિયા પાક ગણાતા આ બંને પાકમાં ખેડૂતોને સારો ભાવ મળતો હોવાથી આ વાવણી વધી છે. રાજ્યમાં મગફળીનું સૌથી વધારે વાવેતર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં થાય છે. મગફળીના 17.51 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સામે આ વર્ષે 18.28 લાખ હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે. જેથી ખેડૂતોને ભાવમાં સમસ્યા થાય તેવી પૂરી સંભાવના છે. મગફળીની વાવણી 104 ટકાએ પહોંચી છે. ગુજરાતમાં સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે. ખેડૂતોએ તલની વાવણીમાં મોટો ઘટાડો કર્યો છે. ડિસેમ્બરમાં તલના ભાવ ઉંચકાશે એમાં બેમત નથી. તલના 76 હજાર હેક્ટરમાં વાવેતર વિસ્તાર સામે ખેડૂતોએ માત્ર 25,600 હેક્ટરમાં વાવણી કરી છે. આ વાવણી ઘટી તો માલમાં ઘટ એ ભાવમાં ફેરવાશે. એરંડાની વાવણીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. એરંડાનું માત્ર 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.