પોલીસ કસ્ટડીમાંથી આરોપી ગૂમ થવાના કેસમાં કોર્ટના હુકમના અનાદર બદલ નોટિસ
સુરતનાગેન્દ્રપ્રસાદ ગૌતમના ગૂમ થવાના કેસમાં આઠ પોલીસકર્મી વિરુધ્ધ ગુનો દાખલ કરવા હુકમને બદલે મનસ્વી રીતે ફરિયાદ દાખલ કરી છે પાંડેસરા પોલીસની કસ્ટડીમાં ટ્રેન મારફતે સુરત લાવવા દરમિયાન ગુમ થયેલા ચકચારી નાગેન્દ્રપ્રસાદ ગૌતમના કેસમાં ઈન્કવાયરી કેસ બાદ સુરતના ચોથા એડીશ્નલ સીવીલ જજ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)જવાબદાર આઠ પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.પરંતુ પાંડેસરા પોલીસે માત્ર બે પોલીસ ર્ક્મચારી વિરુધ્ધ મનસ્વી રીતે કલમ કાઢી નાખી કોર્ટના હુકમનો અનાદર કરતા ફરિયાદીએ કરેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીના અનુસંધાને કોર્ટે સુરત શહેર પોલીસ કમિશ્નર,ડીસીપી ઝોન-4 તથા પાંડેસરા પીઆઈ,પોસઈ વગેરેને શો કોઝ નોટીસ ઈસ્યુ કરી છે.પાંડેસરા પોલીસમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદી ઓમપ્રકાશ રામઆશરે ગૌતમના ભાઈ નાગેન્દ્રપ્રસાદ ગૌતમને ગઈ તા.13-10-2021ના રોજ તેમના વતનથી ઝડપીને લઈને પાંડેસરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ સંજય રણછોડ તથા પ્રતિક રાઠોડ સુરત આવવા નીકળ્યા હતા.પરંતુ ત્યારબાદ ફરિયાદીના ભાઈ નાગેન્દ્રપ્રસાદ સુરત પોલીસના કબજામાં હોવા છતાં સુરત ન મળી આવતાં ફરિયાદીએ સર્ચ વોરંટથી પોતાના ભાઈનો કબજો આપવા માંગ કરી હતી.જે અંગે વર્ષ-2023માં કોગ્નીઝેબલ ગુનો બનતો હોઈ ફરિયાદીએ સુરત શહેર પોલીસ કમિશ્નરમાં કરેલી અરજીને પાંડેસરા પીઆઈ એન.કે.કામળીયાએ દફતરે કરી હતી.જેથી આ અંગે ફરિયાદી ઓમપ્રકાશે આસિફ વોરા મારફતે ન્યાય માટે કોર્ટમાં ધા નાખી સીઆરપીસી-156(3) મુજબ ઈન્કવાયરી માંગી ગુનો દાખલ કરવા માંગ કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને ધ્યાને લઈને ચોથા એડીશ્નલ સીવીલ જજ તથા જેએમએફસી કોર્ટે જવાબદાર પાંડેસરા પોલીસ સામે ગુનો દાખલ કરવા સુરત શહેર પોલીસ કમિશ્નરને હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈને પાંડેસરા પોલીસ સેશન્સ કોર્ટમાં કરેલી રિવીઝન અરજીને એપેલેટ કોર્ટે નકારી કાઢી નાખી હતી.જેથી પાંડેસરા પીઆઈએ ફરિયાદીને તા.29-5-2024ના રોજ બોલાવી ફરિયાદ આપવા જણાવ્યું હતુ.પરંતુ કોર્ટના હુકમ મુજબ આઠ આરોપીઓને બદલે 6 આરોપી પોલીસકર્મી અધિકારીઓના નામ તથા કલમો જાતે કાઢી નાખીને માત્ર બે કોન્સ્ટેબલ વિરુધ્ધ ફરિયાદ પર સહી કરવાનું જણાવ્યું હતુ.જેથી ફરિયાદીએ કોર્ટના હુકમ મુજબની ફરિયાદ પર પોતે સહી કરશે તેવું જણાવ્યું હતુ.તેમ છતાં પોસઈ કલ્પેશ વસાવાએ જાતે ફરિયાદી બનીને ફરિયાદી હાજર હોવા છતાં કોર્ટના હુકમ મુજબની ફરિયાદને બદલે માત્ર બે કોન્સ્ટેબલ વિરુધ્ધ અને કલમો કાઢી નાખી જાતે ફરિયાદી બની દાખલ કરી હતી.જેથી ફરિયાદીએ સુરત શહેર પોલીસ કમિશ્નર તથા પાંડેસરા પોલીસે અદાલતી હુકમનો અનાદર કર્યો હોવાનું જણાવી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી.જેથી કોર્ટે સુરત શહેર પોલીસ કમિશ્નર,ડીસીપી ઝોન-4,પાંડેસરા પીઆઈ તથા પોસઈ વસાવાને શો કોઝ નોટીસ ઈસ્યું કરી જવાબ આપવા હાજર રહેવા જણાવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત
નાગેન્દ્રપ્રસાદ ગૌતમના ગૂમ થવાના કેસમાં આઠ પોલીસકર્મી વિરુધ્ધ ગુનો દાખલ કરવા હુકમને બદલે મનસ્વી રીતે ફરિયાદ દાખલ કરી છે
પાંડેસરા પોલીસની કસ્ટડીમાં ટ્રેન મારફતે સુરત લાવવા દરમિયાન ગુમ થયેલા ચકચારી નાગેન્દ્રપ્રસાદ ગૌતમના કેસમાં ઈન્કવાયરી કેસ બાદ સુરતના ચોથા એડીશ્નલ સીવીલ જજ તથા જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)જવાબદાર આઠ પોલીસ કર્મચારીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો.પરંતુ પાંડેસરા પોલીસે માત્ર બે પોલીસ ર્ક્મચારી વિરુધ્ધ મનસ્વી રીતે કલમ કાઢી નાખી કોર્ટના હુકમનો અનાદર કરતા ફરિયાદીએ કરેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીના અનુસંધાને કોર્ટે સુરત શહેર પોલીસ કમિશ્નર,ડીસીપી ઝોન-4 તથા પાંડેસરા પીઆઈ,પોસઈ વગેરેને શો કોઝ નોટીસ ઈસ્યુ કરી છે.
પાંડેસરા પોલીસમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદી ઓમપ્રકાશ રામઆશરે ગૌતમના ભાઈ નાગેન્દ્રપ્રસાદ ગૌતમને ગઈ તા.13-10-2021ના રોજ તેમના વતનથી ઝડપીને લઈને પાંડેસરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ સંજય રણછોડ તથા પ્રતિક રાઠોડ સુરત આવવા નીકળ્યા હતા.પરંતુ ત્યારબાદ ફરિયાદીના ભાઈ નાગેન્દ્રપ્રસાદ સુરત પોલીસના કબજામાં હોવા છતાં સુરત ન મળી આવતાં ફરિયાદીએ સર્ચ વોરંટથી પોતાના ભાઈનો કબજો આપવા માંગ કરી હતી.જે અંગે વર્ષ-2023માં કોગ્નીઝેબલ ગુનો બનતો હોઈ ફરિયાદીએ સુરત શહેર પોલીસ કમિશ્નરમાં કરેલી અરજીને પાંડેસરા પીઆઈ એન.કે.કામળીયાએ દફતરે કરી હતી.જેથી આ અંગે ફરિયાદી ઓમપ્રકાશે આસિફ વોરા મારફતે ન્યાય માટે કોર્ટમાં ધા નાખી સીઆરપીસી-156(3) મુજબ ઈન્કવાયરી માંગી ગુનો દાખલ કરવા માંગ કરી હતી.
જેની સુનાવણી બાદ કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા ફરિયાદપક્ષની રજુઆતોને ધ્યાને લઈને ચોથા એડીશ્નલ સીવીલ જજ તથા જેએમએફસી કોર્ટે જવાબદાર પાંડેસરા પોલીસ સામે ગુનો દાખલ કરવા સુરત શહેર પોલીસ કમિશ્નરને હુકમ કર્યો હતો.જે હુકમથી નારાજ થઈને પાંડેસરા પોલીસ સેશન્સ કોર્ટમાં કરેલી રિવીઝન અરજીને એપેલેટ કોર્ટે નકારી કાઢી નાખી હતી.જેથી પાંડેસરા પીઆઈએ ફરિયાદીને તા.29-5-2024ના રોજ બોલાવી ફરિયાદ આપવા જણાવ્યું હતુ.પરંતુ કોર્ટના હુકમ મુજબ આઠ આરોપીઓને બદલે 6 આરોપી પોલીસકર્મી અધિકારીઓના નામ તથા કલમો જાતે કાઢી નાખીને માત્ર બે કોન્સ્ટેબલ વિરુધ્ધ ફરિયાદ પર સહી કરવાનું જણાવ્યું હતુ.જેથી ફરિયાદીએ કોર્ટના હુકમ મુજબની ફરિયાદ પર પોતે સહી કરશે તેવું જણાવ્યું હતુ.તેમ છતાં પોસઈ કલ્પેશ વસાવાએ જાતે ફરિયાદી બનીને ફરિયાદી હાજર હોવા છતાં કોર્ટના હુકમ મુજબની ફરિયાદને બદલે માત્ર બે કોન્સ્ટેબલ વિરુધ્ધ અને કલમો કાઢી નાખી જાતે ફરિયાદી બની દાખલ કરી હતી.જેથી ફરિયાદીએ સુરત શહેર પોલીસ કમિશ્નર તથા પાંડેસરા પોલીસે અદાલતી હુકમનો અનાદર કર્યો હોવાનું જણાવી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરી હતી.જેથી કોર્ટે સુરત શહેર પોલીસ કમિશ્નર,ડીસીપી ઝોન-4,પાંડેસરા પીઆઈ તથા પોસઈ વસાવાને શો કોઝ નોટીસ ઈસ્યું કરી જવાબ આપવા હાજર રહેવા જણાવ્યું છે.