Gujarat Local body election: ચૂંટણીમાં હાર્યા કે જીત્યા હોય ખર્ચનો હિસાબ તો આપવો જ પડશે

Apr 30, 2026 - 07:30
Gujarat Local body election: ચૂંટણીમાં હાર્યા કે જીત્યા હોય ખર્ચનો હિસાબ તો આપવો જ પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ જતાં હવે ઉમેદવારો પાસે ખર્ચના હિસાબની ઉઘરાણી શરૂ થઈ ગઈ છે.જે ઉમેદવારોએ ખર્ચની કોઈ વિગતો હજુ સુધી મોકલી નથી,તેઓને વિગતો મોકલી દેવા તાકીદ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે,ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન કરેલા ખર્ચની સંપૂર્ણ વિગત ત્વરિત આપવાની રહેશે.આગામી 13મી મે સુધીમાં આયોગને વિગતો પહોંચાડવાની હોવાથી ગતિવિધિ તેજ કરી દેવાઈ છે.ઉમેદવારને AMCમાં 9 લાખ, જિલ્લા પંચાયત 6 લાખ અને તાલુકા પંચાયતમાં 3 લાખની મર્યાદામાં ખર્ચ કરવાની સત્તા છે.

ઉમેદવારોમાંથી ઘણાએ ખર્ચના હિસાબો જ આપ્યા નથી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં જે રીતે સભાઓ, રેલીઓ અને જમણવાર થયા છે,તે જોતા તો ખર્ચની મર્યાદા જળવાતી નથી.જિલ્લામાં તો મોટાપાયે ચા-નાસ્તાથી લઈ જમણવારનું આયોજન કરાયું હતું,જેમાં ખર્ચની મર્યાદાનો તાળો મળી શકે તેમ જ નથી.આમ છતાં,ચૂંટણી પછી ઉમેદવારો પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે રહીને ખર્ચાઓની ગોઠવણ કરી,હિસાબો તૈયાર કરીને સંબંધિત RO કચેરીમાં જમા કરાવતા હોવાનું મનાય છે.આ વખતે મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોમાંથી ઘણાએ ખર્ચના હિસાબો જ આપ્યા નથી.

હિસાબો રજૂ નહીં કરાય તો RO કક્ષાએથી નોટિસ

જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોએ કહ્યું કે, ઉમેદવારો પાસેથી ખર્ચ મેળવવાથી લઈ RO કક્ષાએ ચકાસણી કરવા અને જિલ્લા કલેક્ટર કચેરીના હિસાબી વિભાગમાં વિગતો મોકલી આયોગ સુધી પહોંચાડવાની કામગીરી આગામી 13મી મે સુધીમાં પૂરી કરવાની છે. જેને ધ્યાનમાં રાખી RO કક્ષાએથી ઉમેદવારોનું ધ્યાન દોરાયું છે. સમયસર ખર્ચના હિસાબો રજૂ નહીં કરાય તો RO કક્ષાએથી નોટિસ પણ અપાશે.


આ પણ વાંચોઃ Bharuch : વાગરાની સાયખા GIDCમાં ભીષણ આગ, ટી-વેન્ચર કંપનીમાં ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0