Gujarat Local Body Election Results 2026: અમદાવાદના આ બે વિસ્તારોમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ની મતગણતરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મહત્વનો આદેશ જાહેર કરાયો છે.આજે શહેરમાં મતગણતરીના સ્થળો પર ટ્રાફિકનું નિયમન કરવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
શહેરમાં મતગણતરી દરમિયાન એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ નવરંગપુરા અને ગુજરાત કોલેજ કેમ્પસ એલીસબ્રીજ ખાતે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે.આ પ્રતિબંધ આજે સવારે રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. બીજી તરફ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ જાહેર કરાઈ છે.
વૈકલ્પિક માર્ગ જાહેર કરાયો
એલ. ડી. એન્જિનિયરિંગ પાસે પાંજરાપોળ તરફ્ના માર્ગોનો ઉપયોગ જ્યારે ગુજરાત કોલેજ કેમ્પસ પાસે ટાઉનહૉલ અને સી.એન.આઈ.ચર્ચ સર્કલ તરફથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકાશે.જોકે, ચૂંટણી સાથે જોડાયેલા વાહનો, ફરજ પરના સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આકસ્મિક સંજોગોમાં મુસાફરી કરતા વાહનોને આ નિયમ લાગુ પડશે નહીં.જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃ Gujarat Local Body Election Results 2026: અમદાવાદ મનપાના 48 વોર્ડની બે સેન્ટરો પર મતગણતરી થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

