Gujarat: Gadhada(સ્વામીના) જૈન મંદિરના પંચ્યાસી વર્ષ નિમિત્તે ધ્વજારોહણ અને અભિષેક કરાયો

ગઢડા (સ્વામીના) માણેકચોક વિસ્તારમાં આવેલા શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયે 85 મી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની સાલગિરિ પ્રસંગે યુગપ્રધાન આચાર્ય સમ પંન્યાસપ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજનાં શિષ્યરત્ન પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ અને ગઢડાનાં વતની પૂ. મુનિ પ્રેમદર્શનવિજયજી મહારાજની પાવન પધરામણી થઈ હતી. ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ" અને "જૈનમ જયતિ શાસનમ્”ના જયઘોષ વચ્ચે પૂજ્યોનો ગઢડા નગરમાં પ્રવેશ થતાં જૈન-અજૈન ભાવુકોએ હૈયાનાં હર્ષોલ્લાસ સાથે જૈન મુનિઓનાં વધામણાં કર્યા હતા. તેમજ ગઢડા ખાતે ચાર દિવસ સ્થિરતા કરીને ધર્મસભા દ્વારા અમૃતવાળીનું આચમન કરાવશે. બપોરે ચારેય દિવસ 3 થી 4 કલાકે સત્સંગસભા યોજાશે.શાસ્ત્રીય મન્ત્રોચ્ચાર દ્વારા વાતાવરણ દિવ્ય બન્યુ જૈન મંદિરની ૮૫ મી સાલગિરિ પ્રસંગે ધ્વજારોહણ નિમિત્તે ૧૮ અભિષેકનું ભવ્ય આયોજન મુંબઈના બગડીયા પરિવારે કર્યું હતું. સ્નાત્ર 18 અભીષેક તેમજ બપોરે 12-39 કલાકે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના શિખર ઉપર ધ્વજારોહવાનો ભકિતસભર કાર્યક્રમ યોજાયો હતો. ૐ પુણ્યાહં(2) પ્રિયન્તામ્ પ્રિયન્તામના શાસ્ત્રીય મન્ત્રોચ્ચાર દ્વારા વાતાવરણ દિવ્ય બન્યુ હતું. આ પાવન અવસરે જૈન બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ બાદ વિશ્વશાંતિ માટે મોટી શાન્તિ સ્તોત્રનું પૂજયશ્રીએ ગાન કર્યું હતું.પરમાત્મા અચિંત્ય શક્તિના સમ્રાટ્ છેઆ રૂડા અવસરે પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, પરમાત્માના મંદિરો સાક્ષાત લક્ષ્મીદેવીનાં નામ છે. સંપત્તિ માટે જ્યાં ને ત્યાં ભટકવાની જરૂર નથી. પરમાત્મા અચિંત્ય શક્તિના સમ્રાટ્ છે. જીવનમાં આવતી તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિઓને દૂર કરવાની તાકાત ભગવાનનાં નામ સ્મરણમાં પડેલી છે. પ્રભુના નામનો મંત્ર તો પછી છે; પ્રભુનાં નામની જ પ્રચંડ તાકાત રહેલી છે. અનાદિ કાળથી બહાર ભટકતાં મનનું વશીકરણની ક્ષમતા મંદિરમાં રહેલી છે. ગમે તેવી હતાશા અને નિરાશાને દૂર કરવાનું કામ પરમાત્મા કરે છે

Gujarat: Gadhada(સ્વામીના) જૈન મંદિરના પંચ્યાસી વર્ષ નિમિત્તે ધ્વજારોહણ અને અભિષેક કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગઢડા (સ્વામીના) માણેકચોક વિસ્તારમાં આવેલા શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયે 85 મી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની સાલગિરિ પ્રસંગે યુગપ્રધાન આચાર્ય સમ પંન્યાસપ્રવર ચન્દ્રશેખર વિજયજી મહારાજનાં શિષ્યરત્ન પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ અને ગઢડાનાં વતની પૂ. મુનિ પ્રેમદર્શનવિજયજી મહારાજની પાવન પધરામણી થઈ હતી. ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદ" અને "જૈનમ જયતિ શાસનમ્”ના જયઘોષ વચ્ચે પૂજ્યોનો ગઢડા નગરમાં પ્રવેશ થતાં જૈન-અજૈન ભાવુકોએ હૈયાનાં હર્ષોલ્લાસ સાથે જૈન મુનિઓનાં વધામણાં કર્યા હતા. તેમજ ગઢડા ખાતે ચાર દિવસ સ્થિરતા કરીને ધર્મસભા દ્વારા અમૃતવાળીનું આચમન કરાવશે. બપોરે ચારેય દિવસ 3 થી 4 કલાકે સત્સંગસભા યોજાશે.

શાસ્ત્રીય મન્ત્રોચ્ચાર દ્વારા વાતાવરણ દિવ્ય બન્યુ 

જૈન મંદિરની ૮૫ મી સાલગિરિ પ્રસંગે ધ્વજારોહણ નિમિત્તે ૧૮ અભિષેકનું ભવ્ય આયોજન મુંબઈના બગડીયા પરિવારે કર્યું હતું. સ્નાત્ર 18 અભીષેક તેમજ બપોરે 12-39 કલાકે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના શિખર ઉપર ધ્વજારોહવાનો ભકિતસભર કાર્યક્રમ યોજાયો હતો. ૐ પુણ્યાહં(2) પ્રિયન્તામ્ પ્રિયન્તામના શાસ્ત્રીય મન્ત્રોચ્ચાર દ્વારા વાતાવરણ દિવ્ય બન્યુ હતું. આ પાવન અવસરે જૈન બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ બાદ વિશ્વશાંતિ માટે મોટી શાન્તિ સ્તોત્રનું પૂજયશ્રીએ ગાન કર્યું હતું.

પરમાત્મા અચિંત્ય શક્તિના સમ્રાટ્ છે

આ રૂડા અવસરે પૂ. પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, પરમાત્માના મંદિરો સાક્ષાત લક્ષ્મીદેવીનાં નામ છે. સંપત્તિ માટે જ્યાં ને ત્યાં ભટકવાની જરૂર નથી. પરમાત્મા અચિંત્ય શક્તિના સમ્રાટ્ છે. જીવનમાં આવતી તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિઓને દૂર કરવાની તાકાત ભગવાનનાં નામ સ્મરણમાં પડેલી છે. પ્રભુના નામનો મંત્ર તો પછી છે; પ્રભુનાં નામની જ પ્રચંડ તાકાત રહેલી છે. અનાદિ કાળથી બહાર ભટકતાં મનનું વશીકરણની ક્ષમતા મંદિરમાં રહેલી છે. ગમે તેવી હતાશા અને નિરાશાને દૂર કરવાનું કામ પરમાત્મા કરે છે