Gujarat Dolphin Survey: ગુજરાતના દરિયાની લહેરોમાં રમતી-કૂદતી ડોલ્ફિનનું ઘર!
ગુજરાતના ગીરના સિંહો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને એને જોવા દર વર્ષે લાખો સહેલાણીઓ ગીર જંગલને ખૂંદી વળે છે ત્યારે હવે ગુજરાતમાં ધીરે-ધીરે ડૉલ્ફિન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આવનારા સમયમાં ગુજરાતના કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે વિશ્વભરના પ્રવાસીઓ ડૉલ્ફિનને જોવા અને દરિયાના પાણીમાં એની નટખટ કળાનો રોમાંચક લહાવો માણવા મોટી સંખ્યામાં ઊમટી શકે છે, કેમ કે ધીમે-ધીમે ડૉલ્ફિને આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે.ગુજરાતમાં વન વિભાગ દ્વારા તાજેતરમાં ડૉલ્ફિનની વસ્તીગણતરી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 4087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડૉલ્ફિન નોંધાઈ છે જેમાં કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નૅશનલ પાર્ક અને મરીન સૅન્ક્ચ્યુઅરીના ઓખાથી નવલખી સુધીના 1384 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ 498 ડૉલ્ફિન હોવાની સંભાવના છે. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1821 ચોરસ કિલોમીટરમાં 168, ભાવનગરના 494 ચોરસ કિલોમીટરમાં 10 તેમ જ મોરબીના 388 ચોરસ કિલોમીટરમાં 4 ડૉલ્ફિન જોવા મળી છે. બે દિવસ સુધી 47 જેટલા વિશેષજ્ઞોએ ડૉલ્ફિનનો સર્વે કર્યો હતો. ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશન હમ્પબૅક ડૉલ્ફિન જોવા મળે છે. એને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડૉલ્ફિન એટલે કે પાંખથી ઓળખી શકાય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડૉલ્ફિનને દરિયાની લહેરોમાં રમતી-કૂદતી જોવી એ રોમાંચ કરાવે છે અને એ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મરિન નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીએ સરવે મરિન નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીએ સરવે અનુસાર, ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની વસ્તીનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. છીછરા દરિયામાં 678 હમ્પબેક ડોલ્ફિન મળી આવી છે. કચ્છ, ખંભાતના અખાત સહિત મોરબી અને ભાવનગર દરિયામાં પણ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મરિન નેશન પાર્ક વિસ્તારમાં 498 ડોલ્ફિન હોવાનું સામે આવ્યું છે. કચ્છ રેન્જમાં 168 ડોલ્ફિન જોવા મળી છે. ભાવનગર રેન્જમાં 10, મોરબી રેન્જમાં 2 ડોલ્ફિન હોવાનું સામે આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના ગીરના સિંહો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને એને જોવા દર વર્ષે લાખો સહેલાણીઓ ગીર જંગલને ખૂંદી વળે છે ત્યારે હવે ગુજરાતમાં ધીરે-ધીરે ડૉલ્ફિન પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આવનારા સમયમાં ગુજરાતના કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે વિશ્વભરના પ્રવાસીઓ ડૉલ્ફિનને જોવા અને દરિયાના પાણીમાં એની નટખટ કળાનો રોમાંચક લહાવો માણવા મોટી સંખ્યામાં ઊમટી શકે છે, કેમ કે ધીમે-ધીમે ડૉલ્ફિને આ વિસ્તારને પોતાનું ઘર બનાવી લીધું છે.
ગુજરાતમાં વન વિભાગ દ્વારા તાજેતરમાં ડૉલ્ફિનની વસ્તીગણતરી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 4087 ચોરસ કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડૉલ્ફિન નોંધાઈ છે જેમાં કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નૅશનલ પાર્ક અને મરીન સૅન્ક્ચ્યુઅરીના ઓખાથી નવલખી સુધીના 1384 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ 498 ડૉલ્ફિન હોવાની સંભાવના છે. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1821 ચોરસ કિલોમીટરમાં 168, ભાવનગરના 494 ચોરસ કિલોમીટરમાં 10 તેમ જ મોરબીના 388 ચોરસ કિલોમીટરમાં 4 ડૉલ્ફિન જોવા મળી છે. બે દિવસ સુધી 47 જેટલા વિશેષજ્ઞોએ ડૉલ્ફિનનો સર્વે કર્યો હતો. ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશન હમ્પબૅક ડૉલ્ફિન જોવા મળે છે. એને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડૉલ્ફિન એટલે કે પાંખથી ઓળખી શકાય છે. કચ્છથી ભાવનગર સુધીના દરિયાકાંઠે ડૉલ્ફિનને દરિયાની લહેરોમાં રમતી-કૂદતી જોવી એ રોમાંચ કરાવે છે અને એ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
મરિન નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીએ સરવે
મરિન નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીએ સરવે અનુસાર, ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની વસ્તીનો સરવે હાથ ધરવામાં આવ્યો છે. છીછરા દરિયામાં 678 હમ્પબેક ડોલ્ફિન મળી આવી છે. કચ્છ, ખંભાતના અખાત સહિત મોરબી અને ભાવનગર દરિયામાં પણ સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મરિન નેશન પાર્ક વિસ્તારમાં 498 ડોલ્ફિન હોવાનું સામે આવ્યું છે. કચ્છ રેન્જમાં 168 ડોલ્ફિન જોવા મળી છે. ભાવનગર રેન્જમાં 10, મોરબી રેન્જમાં 2 ડોલ્ફિન હોવાનું સામે આવ્યું છે.