Gujarat Budget 2025: 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે

આગામી 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ કરવામાં આવશે. રાજ્યપાલ દ્વારા બજેટ સત્રનું આહવાન કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.ભુપેન્દ્ર પટેલની સરકારે ગયા વર્ષે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી કનુ દેસાઈ જ રાજ્યનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યુ હતું. નવી બનેલી ભુપેન્દ્ર પટેલની સરકારે ગયા વર્ષે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યના ઉદ્યોગ અને ખાણ સેક્ટરના વિકાસ માટે રૂપિયા 8,589 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આમાં ઉદ્યોગ વિભાગને ફાળવાયેલા બજેટમાં રાજ્યના ટેક્સ્ટાઈલ અને MSME સેક્ટર પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે ગુજરાતના GDPમાં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થશે બીજી તરફ 31 જાન્યુઆરીથી સંસદનું પણ બજેટ સત્ર શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અભિભાષણ આપશે અને સંયુક્ત સત્રને બોલાવીને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે.

Gujarat Budget 2025: 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી 19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ કરવામાં આવશે. રાજ્યપાલ દ્વારા બજેટ સત્રનું આહવાન કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે બજેટ સત્રની શરૂઆત થશે અને બીજા દિવસે એટલે કે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.

ભુપેન્દ્ર પટેલની સરકારે ગયા વર્ષે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી કનુ દેસાઈ જ રાજ્યનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યુ હતું. નવી બનેલી ભુપેન્દ્ર પટેલની સરકારે ગયા વર્ષે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્યના ઉદ્યોગ અને ખાણ સેક્ટરના વિકાસ માટે રૂપિયા 8,589 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આમાં ઉદ્યોગ વિભાગને ફાળવાયેલા બજેટમાં રાજ્યના ટેક્સ્ટાઈલ અને MSME સેક્ટર પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે ગુજરાતના GDPમાં મેન્યુફેક્ચરીંગ સેકટરનો ફાળો સૌથી વધારે છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઈડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે.

1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થશે

બીજી તરફ 31 જાન્યુઆરીથી સંસદનું પણ બજેટ સત્ર શરૂ થશે. તમને જણાવી દઈએ કે આ બજેટ સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અભિભાષણ આપશે અને સંયુક્ત સત્રને બોલાવીને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે.