Gujarat Budget 2025 : નાણામંત્રી કનુદેસાઈ આવતીકાલે ચોથી વાર બજેટ કરશે રજૂ

નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વાર આવતીકાલે બજેટ રજૂ કરશે. જેમાં વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો,આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો,ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યાંકનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા હતા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાણો કોણ છે કનુ દેસાઈ વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવી કનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામા મહત્વનું યોગદાન આપ્યું છે. કનુભાઈ દેસાઈના યોગદાનને ધ્યાન પર લઈ તેને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે અને આ વખતે ફરી તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.પારડીની બેઠક પર ભાજપે કનુભાઇ દેસાઇને ટિકિટ આપી હતી. કનુભાઇએ B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. ભુપેન્દ્ર પટેલ સરકારમાં નાણાં અને ઉર્જા મંત્રી હતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં વલસાડ જિલ્લામાંથી કનુભાઈ દેસાઈને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. કનુભાઈને ઉર્જા અને નાણાં જેવા મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકાર 1.0.માં કનુભાઈ દેસાઈ પાસે જે ખાતાઓ હતા તે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0.માં રિપિટ કરવામાં આવ્યા છે. ઉર્જા ક્ષેત્ર માટે પણ તેઓ અનોખી ભૂમિકા ભજવી રહ્યા છે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એ રાજ્યની આર્થિક નીતિઓ અને નાણાકીય વ્યવસ્થાના સંચાલન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક પ્રખ્યાત રાજકારણી અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા છે.તેઓ ભારતીય જનતા પક્ષ ના સક્રિય કાર્યકર્તા તરીકે, તેઓ ગુજરાત સરકારમાં નાણાં વિભાગના નાણાં મંત્રી તરીકે રાજ્યની આર્થિક વ્યૂહરચનાઓ ઘડવા, બજેટ તૈયાર કરવા, સરકારી ખર્ચને નિયંત્રિત કરવા અને રાજ્યની આર્થિક વૃદ્ધિને ગતિ આપવા કાર્ય કરે છે.તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ નેતૃત્વ સાથે ઘનિષ્ઠ સંકલન કરીને ગુજરાતના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરે છે. અહીંના ઉર્જા ક્ષેત્ર માટે પણ તેઓ અનોખી ભૂમિકા ભજવી રહ્યા છે.

Gujarat Budget 2025 : નાણામંત્રી કનુદેસાઈ આવતીકાલે ચોથી વાર બજેટ કરશે રજૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વાર આવતીકાલે બજેટ રજૂ કરશે. જેમાં વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે.જેમાં નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ,ચાર નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે. વિધાનસભાનુ બજેટ સત્ર 38 દિવસનું છે અને તેમાં 10 દિવસ રજા હોવાથી કુલ 27 બેઠક મળશે.

સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે

આવતીકાલે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ રજૂ બજેટ કરશે. જોકે વિધાનસભા દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો,આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો,ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે.ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને શાસક પક્ષના હોલમાં ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મંત્રી મંડળના સભ્યો સહિત ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યાં

કનુભાઈ દેસાઈએ ભાજપના મહામંત્રી પદથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2012માં પારડી બેઠક પરથી 34 હજાર કરતા વધુ મતથી જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2017માં પણ પારડી બેઠક પરથી 54 હજારથી વધુ મતે જીત મેળવી હતી. કનુ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ પદે 7 વર્ષ સુધી રહ્યા હતા. પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસના ગઢ સમાન ધરમપુર વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી હતી.

જાણો કોણ છે કનુ દેસાઈ

વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત બનાવી કનુ દેસાઈએ પ્રમુખ પદે રહી વલસાડ જિલ્લામાં ભાજપને મજબૂત કરવામા મહત્વનું યોગદાન આપ્યું છે. કનુભાઈ દેસાઈના યોગદાનને ધ્યાન પર લઈ તેને સીધા જ કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે અને આ વખતે ફરી તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા હતા.પારડીની બેઠક પર ભાજપે કનુભાઇ દેસાઇને ટિકિટ આપી હતી. કનુભાઇએ B.Com સુધીનો અભ્યાસ કર્યો છે.

ભુપેન્દ્ર પટેલ સરકારમાં નાણાં અને ઉર્જા મંત્રી હતા

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની સરકારમાં વલસાડ જિલ્લામાંથી કનુભાઈ દેસાઈને મંત્રી પદ આપવામાં આવ્યું હતું. કનુભાઈને ઉર્જા અને નાણાં જેવા મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકાર 1.0.માં કનુભાઈ દેસાઈ પાસે જે ખાતાઓ હતા તે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0.માં રિપિટ કરવામાં આવ્યા છે.

ઉર્જા ક્ષેત્ર માટે પણ તેઓ અનોખી ભૂમિકા ભજવી રહ્યા છે

ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એ રાજ્યની આર્થિક નીતિઓ અને નાણાકીય વ્યવસ્થાના સંચાલન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એક પ્રખ્યાત રાજકારણી અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા છે.તેઓ ભારતીય જનતા પક્ષ ના સક્રિય કાર્યકર્તા તરીકે, તેઓ ગુજરાત સરકારમાં નાણાં વિભાગના નાણાં મંત્રી તરીકે રાજ્યની આર્થિક વ્યૂહરચનાઓ ઘડવા, બજેટ તૈયાર કરવા, સરકારી ખર્ચને નિયંત્રિત કરવા અને રાજ્યની આર્થિક વૃદ્ધિને ગતિ આપવા કાર્ય કરે છે.તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ નેતૃત્વ સાથે ઘનિષ્ઠ સંકલન કરીને ગુજરાતના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં ભરે છે. અહીંના ઉર્જા ક્ષેત્ર માટે પણ તેઓ અનોખી ભૂમિકા ભજવી રહ્યા છે.