Gujarat Board Exams : ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે

Feb 26, 2026 - 08:00
Gujarat Board Exams : ગુજરાતમાં આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા થશે શરૂ, આજે ધોરણ 10માં ગુજરાતીનું પેપર રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે માટે પેપર બોક્ષ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન (PATA)થી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવશે. ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આગામી તા.૨૬ ફેબ્રુઆરીથી શરૂ થશે. જે ૧૮ માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.૧૦માં કુલ ૯,૦૭,૧૭૫ વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહ માટે કુલ ૫,૦૧,૨૮૬ વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.૧૨ સાયન્સમાં ૧,૧૯,૨૬૩ વિદ્યાર્થી નોંધાયા છે. આ વખતે કુલ ૭,૩૬૩ દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે.

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ

બોર્ડની પરીક્ષામાં શિક્ષણ બોર્ડનો નવો પ્રયોગ જેમાં વિદ્યાર્થીના ગુણ પત્રકમાં QR કોડ રહેશે અને બોમ્બથી સંકુલ ઉડાવાની ધમકી સંદર્ભે ખાસ SOP બનાવાઈ છે, કેન્દ્ર સંચાલકને સમગ્ર જવાબદારી સોંપાઇ છે અને ધમકી મળે તો પોલીસ સાથે સંકલન કરવા આદેશ કરાયો છે, ધમકી મળે તો શાળા બંધ મુદ્દે પોલીસનો અભિપ્રાય લેવાશે પોલીસની સૂચનાને આધિન શિક્ષણ બોર્ડ નિર્ણય કરશે.

શિક્ષણ બોર્ડ સચિવની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત

સચિવનું કહેવું છે કેસ સાવધાની પૂર્વક તમામ આયોજન પુર્ણ કરાયું છે અને વિદ્યાર્થી સ્થળ પર સરળતાથી પહોંચે તેવું આયોજન છે, પોલીસ, રીક્ષા સંઘ, ST વિભાગ સાથે બેઠક કરી અને 5500 બિલ્ડીંગમાં પરીક્ષા કેન્દ્ર નક્કી થયા છે, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને QR કોડ સ્કેન કરવાથી વેરિફિકેશન સરળતાથી થશે અને વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો પોલીસ મદદ કરશે અને નિર્ભય થઈ પરીક્ષા આપવા બોર્ડ સચિવની અપીલ છે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, રાજયમાં મિશ્ર ઋતુની અસર રહેશે


 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0