Gujarat BJP યુવા મોરચાનું નવું માળખું જાહેર, કારોબારીમાં 25 સભ્યોની નિમણૂંક

Apr 5, 2026 - 00:30
Gujarat BJP યુવા મોરચાનું નવું માળખું જાહેર, કારોબારીમાં 25 સભ્યોની નિમણૂંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા લાંબા સમયની રાહ જોયા બાદ આખરે કારોબારી સભ્યોની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર, યુવા મોરચાની આ નવી કારોબારીમાં કુલ 25 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સંગઠનને મજબૂત કરવાના હેતુથી આ નિમણૂંકો કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ધારાસભ્યના પુત્રને સ્થાન મળતા વિવાદ

આ નિમણૂંકો જાહેર થતાની સાથે જ પક્ષની અંદર અને રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થયો છે. ભાજપ અવારનવાર 'એક પરિવાર, એક હોદ્દો' અને વંશવાદના વિરોધની વાતો કરતું હોય છે, પરંતુ આ યાદીમાં તે નિયમનો છેદ ઉડતો જોવા મળ્યો છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના પુત્રને આ નવી યુવા મોરચાની કારોબારીમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.

યુવા પાંખમાં નવી ઉર્જાનો પ્રયાસ

 25 સભ્યોની આ ટીમ હવે રાજ્યભરમાં યુવાઓને પક્ષ સાથે જોડવા અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. નવી કારોબારીના સભ્યો આગામી દિવસોમાં સંગઠનાત્મક કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવશે. 


આ પણ વાંચો---     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0