Gujarat BJP માં 40 વર્ષ પછી મધ્ય ગુજરાતના નેતા બની રહ્યા છે પ્રદેશ પ્રમુખ, જાણો, ક્યા વિસ્તારમાંથી અત્યાર સુધી આવ્યા છે પ્રદેશ પ્રમુખ

Oct 4, 2025 - 10:30
Gujarat BJP માં 40 વર્ષ પછી મધ્ય ગુજરાતના નેતા બની રહ્યા છે પ્રદેશ પ્રમુખ, જાણો, ક્યા વિસ્તારમાંથી અત્યાર સુધી આવ્યા છે પ્રદેશ પ્રમુખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે તમને એ જાણવું રસપ્રદ બનશે કે 1985 પછી પહેલી વાર મધ્ય ગુજરાતમાંથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ નેતા પસંદગી પામ્યા છે.

મધ્ય ગુજરાતના નેતા 40 વર્ષ પછી બન્યા પ્રદેશ પ્રમુખ

તમને જણાવી દઇએ કે અગાઉ 1983 થી 1985 સુધી મધ્ય ગુજરાતના નેતા મકરંદ દેસાઇ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હતા. હવે 40 વર્ષના આટલા લાંબા ગાળા બાદ જગદીશ વિશ્વકર્મા ફરી એક વાર મધ્ય ગુજરાતના નેતા તરીકે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા છે.

પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના નેતાઓનો દબદબો

ગુજરાત ભાજપના ભુતકાળના પ્રદેશ પ્રમુખો પર નજર કરીએ તો અત્યાર સુધી સૌરાષ્ટ્રના 5 મોટા નેતા પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચુક્યા છે જેમાં 1996થી 1998 સુધી સૌરાષ્ટ્રના ઓબીસી નેતા વજુભાઇ વાળા, 1998થી 2005 સુધી સૌરાષ્ટ્રના ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ રાણા, તથા 29 મે 2005થી 26 ઓક્ટોબર 2006 સુધી ફરી વજુભાઇ વાળા પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હતા તો ત્યારબાદ 26 ઓક્ટોબર 2006થી 1 ફેબ્રુઆરી 2010 સુધી સૌરાષ્ટ્રના કડવા પાટીદાર નેતા પરસોત્તમ રુપાલા પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ 1 ફેબ્રુઆરી 2010થી 19 ફેબ્રુઆરી 2016 સુધી લેઉઆ પાટીદાર નેતા રણછોડ ફળદુ પ્રમુખ રહ્યા હતા અને 2016 19 ફેબ્રુઆરીથી 2016થી 10 ઓગષ્ટ સુધી વણિક નેતા વિજય રુપાણી પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. આ ઉપરાંત 10 ઓગષ્ટ 2016થી 20 જુલાઇ 2020 સુધી સૌરાષ્ટ્રના લેઉઆ પાટીદાર નેતા જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા હતા.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી પણ બન્યા હતા પ્રદેશ પ્રમુખ

આ પહેલા પણ 1980થી 1983 સુધી સૌરાષ્ટ્રના લેઉઆ પાટીદાર નેતા કેશુભાઇ પટેલ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ 1985થી 1986 સુધી ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર નેતા ડો એ.કે.પટેલ પણ પ્રદેશ પ્રમુખ હતા. 1986થી 1991 સુધી ઉત્તર ગુજરાતના ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. ત્યારબાદ 1991થી 1996 સુધી દક્ષિણ ગુજરાતના ઓબીસી નેતા કાશીરામ રાણા પણ પ્રદેશ પ્રમુખ હતા આજે મધ્ય ગુજરાતના જગદીશ પંચાલ બનશે પ્રમુખ

દક્ષિણ ગુજરાતના મરાઠી નેતા સી.આર.પાટીલ 20 જુલાઇ 2020થી 4 ઓક્ટોબર 2025 સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે અને હવે મધ્ય ગુજરાતના ઓબીસી નેતા જગદીશ પંચાલ આજે 4 ઓક્ટોબર 2025થી પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0