Gujarat BJPને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ સૌ કોઈ કાર્યકર્તાઓથી લઈ નેતા સુધી ઉત્સાહિત છે,હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ છે,પરંતુ સી.આર.પાટીલ પણ કેન્દ્રીય મંત્રી છે માટે તેમની જગ્યાએ કોઈ નવા પ્રદેશ પ્રમુખ મૂકવા જરૂરી છે,સી.આર.પાટીલે પણ ઘણી વાર જાહેર મંચ પરથી કહ્યું છે કે,હવે મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી છૂટો કરો તો સારૂ છે,તો કમુરતા પતે એટલે કે 15 જાન્યુઆરી બાદ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળી શકે છે.દિલ્હીથી BJPના નિરીક્ષકો આવશે કમુરતા પછી દિલ્હીથી BJPના નિરીક્ષકો આવશે અને અહીયા ધારાસભ્યો તેમજ અન્ય સંગઠનના લોકો સાથે બેઠક કરશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે,કમુરતા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ નિરીક્ષકો આવશે અને વોર્ડ તેમજ મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાં મુકિત મળશે તેવી લોક ચર્ચા નેતાઓના મુખે થઈ રહી છે.હાલમાં સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓ માર્ગદર્શન પ્રમાણે કામકાજ કરી રહ્યાં છે. નગરપાલિકાને પણ મળી શકે છે મહાનગરપાલિકાનો દરજજો 25 ડિસેમ્બર પછી 9 નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો પણ મળી શકે તેવી વાત પણ સામે આવી રહી છે,વર્તમાનમાં 33 જિલ્લા, 8 મહાનગરો મળી 41 સંગઠનો છે,તો વધુ 9 જિલ્લામાં મહાનગર, જિલ્લામાં નવું સગંઠન બનશે અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં 50 ટકા સગંઠન રચાઈ શકે છે.ત્યારબાદ 17 મહાનગરો, 33 જિલ્લાના પ્રમુખનો લક્ષ્યાંક અને 50 ટકા સગંઠનની રચના કરવાનો લક્ષ્યાંક અપાયો છે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ભાજપમાં નવા જૂનીના શું એધાણ થઈ શકે છે. નવા સંગઠનને લઈ બેઠક તેજ ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. કમલમ ખાતે અગાઉ પણ ભાજપની મહત્વની બેઠક મળી હતી. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બોલાવવામાં આવી હતી. મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરી પણ હતી.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદ છોડવાના સંકેત તેમણે વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ આપ્યા હતા.   

Gujarat BJPને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ સૌ કોઈ કાર્યકર્તાઓથી લઈ નેતા સુધી ઉત્સાહિત છે,હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ છે,પરંતુ સી.આર.પાટીલ પણ કેન્દ્રીય મંત્રી છે માટે તેમની જગ્યાએ કોઈ નવા પ્રદેશ પ્રમુખ મૂકવા જરૂરી છે,સી.આર.પાટીલે પણ ઘણી વાર જાહેર મંચ પરથી કહ્યું છે કે,હવે મને ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી છૂટો કરો તો સારૂ છે,તો કમુરતા પતે એટલે કે 15 જાન્યુઆરી બાદ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપને મળી શકે છે.

દિલ્હીથી BJPના નિરીક્ષકો આવશે
કમુરતા પછી દિલ્હીથી BJPના નિરીક્ષકો આવશે અને અહીયા ધારાસભ્યો તેમજ અન્ય સંગઠનના લોકો સાથે બેઠક કરશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે,કમુરતા બાદ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ નિરીક્ષકો આવશે અને વોર્ડ તેમજ મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાં મુકિત મળશે તેવી લોક ચર્ચા નેતાઓના મુખે થઈ રહી છે.હાલમાં સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓ માર્ગદર્શન પ્રમાણે કામકાજ કરી રહ્યાં છે.

નગરપાલિકાને પણ મળી શકે છે મહાનગરપાલિકાનો દરજજો
25 ડિસેમ્બર પછી 9 નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો પણ મળી શકે તેવી વાત પણ સામે આવી રહી છે,વર્તમાનમાં 33 જિલ્લા, 8 મહાનગરો મળી 41 સંગઠનો છે,તો વધુ 9 જિલ્લામાં મહાનગર, જિલ્લામાં નવું સગંઠન બનશે અને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં 50 ટકા સગંઠન રચાઈ શકે છે.ત્યારબાદ 17 મહાનગરો, 33 જિલ્લાના પ્રમુખનો લક્ષ્યાંક અને 50 ટકા સગંઠનની રચના કરવાનો લક્ષ્યાંક અપાયો છે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ભાજપમાં નવા જૂનીના શું એધાણ થઈ શકે છે.

નવા સંગઠનને લઈ બેઠક તેજ
ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. કમલમ ખાતે અગાઉ પણ ભાજપની મહત્વની બેઠક મળી હતી. સંગઠન સંરચનાને લઈને પ્રદેશ કાર્યશાળા બોલાવવામાં આવી હતી. મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરી પણ હતી.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પદ છોડવાના સંકેત તેમણે વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ આપ્યા હતા.