Gujarat ATSએ ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ, વિદેશી કનેક્શન હોવાની શક્યતા, તપાસ શરૂ

Jan 28, 2025 - 20:00
Gujarat ATSએ ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ, વિદેશી કનેક્શન હોવાની શક્યતા, તપાસ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દવાના સ્વરૂપમાં ડ્રગ્સ બનાવવાના નેટવર્કમાં ATSએ 24 જાન્યુઆરીએ ખંભાતમાં રેડ કરી આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના રિમાન્ડ દરમિયાન રણજીત ડાભી નામના આરોપીની પૂછપરછમાં આવી નશીલી દવાનો જથ્થો ધોળકાના એક વેરહાઉસમાં રાખ્યો હોવાની માહિતી મળી હતી.

500 કિલો ટ્રામાડોલનો જથ્થો ઝડપાયો હતો

જેના અનુસંધાને ગુજરાત એટીએસએ ધોળકાના દેવમ ઈન્ડસ્ટ્રીઝમાં રેડ કરતા 500 કિલો ટ્રામાડોલનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 40થી 50 કરોડ છે. આ ટ્રામાડોલનો જથ્થો છેલ્લા 8 મહિનાથી આવ્યા હાઉસમાં રાખવામાં આવ્યો હતો. આરોપી રણજીત ડાભીની પૂછપરછ કરતા છેલ્લા 8 મહિનાથી ધોળકામાં આ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું હતું, જેમાં ટ્રામાડોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ નશીલી દવાનો જથ્થો પણ આરોપીઓએ વિદેશમાં સપ્લાય કરવા માટે રાખ્યો હોવાનું ATS અનુમાન લગાવી રહી છે. ખંભાતમાંથી જે નશીલી દવાનો જથ્થો ઝડપાયો હતો, તેનું પ્રોડક્શન કરનારા કેમિકલ ટ્રેડર્સ રણજીત ડાભી હતો. જો કે ધોળકામાંથી ઝડપાયેલા જથ્થાનું શું કરવાનું હતું તે બાબતે હજુ સુધી ATSને કોઈ ચોક્કસ માહિતી નથી મળી, પરંતુ ટ્રામાડોલની ડિમાન્ડ આફ્રિકન દેશોમાં ખૂબ વધુ હોય છે. જ્યાંથી વધુ સરળ રીતે નાણાં કમાવવાની તક રહેલી હોય છે, આ જથ્થો પણ આરોપી આફ્રિકન દેશમાં સપ્લાય કરવાનો હતો કે કેમ તે દિશામાં ATS તપાસ શરૂ કરી છે.

શું વિદેશમાં પહોંચાડવાનો હતો આ જથ્થો?

નશીલી દવા ટ્રામાટ્રોલનો ભારતમાં દવા તરીકે ઉપયોગ કરવા માટે વધુમાં વધુ 50 MGની જ દવા કાયદેસર રીતે આપી શકાય છે, પરંતુ આફ્રિકન દેશોમાં આ દવા વધુમાં વધુ 225 MGની આપી શકાય છે. જેથી ડ્રામા ડોલનો વધુ પડતો ઉપયોગ આફ્રિકન દેશોમાં થાય છે, તેમજ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ આ નશીલી દવાનો વધુ ઉપયોગ કરતા હોય છે. આમ, આ ઘટના સાથે સંકળાયેલા આરોપી રણજીતે આવી નશીલી દવાનો જથ્થો વિદેશોમાં કેટલીવાર સપ્લાય કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0