Gujarat ATSએ કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા શખ્સને ઝડપ્યો

અમદાવાદ એટીએસએ મોટી કાર્યવાહી કરી છે,જેમાં કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષાની જાસૂસી કરતા એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે,ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી કોઈ વ્યકિત દ્રારા લીક કરવામાં આવે છે તેને લઈ ધરપકડ કરી છે,આ મામલે અમદાવાદ એટીએસ વધુ માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે. પોરબંદરના એક વ્યકિતની ધરપકડ પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને દરિયા કિનારે કેન્દ્રની અને રાજયની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરતી હોય છે અને પોતાની ફરજ બજાવતી હોય છે,ત્યારે આ વ્યકિત દ્રારા તમામ એજન્સીઓને લઈ ગુપ્ત માહિતી લીક થતી હોય તેવી વાત સામે આવી હતી ત્યારે કોસ્ટગાર્ડ તેમજ દરિયાઈ સુરક્ષાને લઈ જે એજન્સીઓ છે તે શું કામ કરી રહી છે તેની માહિતી આગળ પહોંચાડવાની વાત લીકેજ કરવામાં આવતી હતી જેને લઈ ધરપકડ કરવામાં આવી છે,પોરબંદરનો જ સ્થાનિક વ્યકિત છે કે જે આ તમામ માહિતી પહોંચાડતો હતો. ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.

Gujarat ATSએ કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા શખ્સને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એટીએસએ મોટી કાર્યવાહી કરી છે,જેમાં કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષાની જાસૂસી કરતા એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે,ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી કોઈ વ્યકિત દ્રારા લીક કરવામાં આવે છે તેને લઈ ધરપકડ કરી છે,આ મામલે અમદાવાદ એટીએસ વધુ માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે.

પોરબંદરના એક વ્યકિતની ધરપકડ

પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને દરિયા કિનારે કેન્દ્રની અને રાજયની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરતી હોય છે અને પોતાની ફરજ બજાવતી હોય છે,ત્યારે આ વ્યકિત દ્રારા તમામ એજન્સીઓને લઈ ગુપ્ત માહિતી લીક થતી હોય તેવી વાત સામે આવી હતી ત્યારે કોસ્ટગાર્ડ તેમજ દરિયાઈ સુરક્ષાને લઈ જે એજન્સીઓ છે તે શું કામ કરી રહી છે તેની માહિતી આગળ પહોંચાડવાની વાત લીકેજ કરવામાં આવતી હતી જેને લઈ ધરપકડ કરવામાં આવી છે,પોરબંદરનો જ સ્થાનિક વ્યકિત છે કે જે આ તમામ માહિતી પહોંચાડતો હતો.

ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન

ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.