Gujarat Agriculture : પ્રાકૃતિક કૃષિ અંતર્ગત જાણીએ ઘઉંના પાકનું વાવેતર,ખેડ,પિયત સહિતની પદ્ધતિઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ પ્રભુત્વ આપવામાં આવી રહ્યું છે. તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પ્રાકૃતિક કૃષિ કરવા જ પ્રેરાય તે માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ, સહાય, ખેડૂત જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. અને વડાપ્રધાનના આ પ્રયાસમાં ખેડૂતો સ્વેચ્છાએ જોડાઈ પણ રહ્યા છે. જાણો અલગ-અલગ ખેતીની પધ્ધતિ ત્યારે વાત કરીએ બોટાદના ખેડૂતોની તો તેઓ ખૂબ ઓછા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણી, ખેડૂત શીબીરમા ભાગ લઈને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કર્યા છે. પાકના વાવેતરની અવનવી પદ્ધત્તિઓ અને માવજત કરવાની રીત વિશે માર્ગદર્શન મેળવી રહ્યા છે. જેમાં આપણે વાત કરીએ ઘઉંના પાકનું વાવેતર, ખેડ, પિયત અને તેની માવજત સહિતની પદ્ધત્તિઓ વિશે. ઘઉં વાવવા માટે જમીનની પસંદગી ઘઉંના સારા ઉત્પાદન માટે ગોરાડુ માટી સૌથી સારી છે. પરંતુ છોડવાઓને સંતુલિત પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ કરાવવાવાળા પૂરતાં પ્રાકૃતિક સંસાધન પૂરા પાડવામાં આવે, તેમ જ સિંચાઈ વગેરેની વ્યવસ્થા યોગ્ય હોયતો, હલકી જમીનમાં પણ વધુ ઉત્પાદન લઈ શકાય છે. ખારાશવાળી અથવા ભાસ્મિક જમીન ઘઉંના ઉત્પાદન માટે યોગ્ય નથી. ઘઉંની વાવણી ઘઉંની વાવણી 20મી ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કરી દેવી જોઈએ. ઘઉંની વાવણી કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો અતિ જરૂર છે. વાવણીમાં વિલંબ થવાથી ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વધી જાય છે. ઘઉંની વાવણીની પહેલાં અગાઉના પાકના અવશેષો સળગાવો નહીં. પણ તેનો યોગ્ય ઉપયોગ કરો અથવા રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દો. જેનાથી જમીનની ઉત્પાદન શક્તિ વધશે અને મિત્ર જીવ તેમ જ સૂક્ષ્મજીવો નાશ પામશે નહીં. જમીનની ખેડ જો ખેતરમાં ભેજ ઘટી ગયો હોય, તો વાવણી પહેલાં સિંચાઈ (ઔરવાણું) આપી દો. પહેલા વર્ષે ઓરવણું કરતી વખતે 800 થી 1000 લિટર પ્રતિ એકર જીવામૃત પાણીની સાથે આપી દો. જમીનમાં વરાપ થઈ જાય એટલે ખેડ કરતાં પહેલાં 8 થી 10 ક્વિન્ટલ પ્રતિ એકર ધનજીવામૃત જમીન ઉપર નાખીને ખેડ કરો. સારી રીતે ખેડ કરીને માટીને બારીક અને ભરભરી કરો અને સમતલ કરો. રોટાવેટરથી ખેડ કરવાને લીધે એક જ વખતમાં ખેતર સારી રીતે તૈયાર થઈ જાય છે. આગળના પાકના અવશેષોનું ખેતરમાં સારી રીતે વિઘટન કરવા માટે તેની ઉપર અઠવાડિયામાં બે વખત 20 ટકા જીવામૃતના મિશ્રણનો છંટકાવ કરો. જમીનને વધુ પડતા તાપમાનથી બચાવવા માટે તેની ઉપર વધુમાં વધુ આચ્છાદન કરવું જોઈએ. તેનાથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ તેમ જ અળસિયાંઓની સંખ્યામાં વધારો થશે. જમીનમાં લાંબા સમય સુધી ભેજ ટકી રહેશે તેમ જ નિંદામણનું પણ નિયંત્રણ થશે. તેની સાથે સાથે જમીનની ઉત્પાદન ક્ષમતા (ફળદ્રુપતા) પણ વધશે. સહજીવી પાક ઘઉંનો પાક જમીનમાંથી સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન ખેંચે છે. પાકનું પૂરતું ઉત્પાદન મેળવવા માટે એક એકર જમીનમાં 60 કિલો નાઇટ્રોજનની જરૂર પડે છે. પરંતુ ઘઉંની સાથે સહજીવી પાક તરીકે નીચેનામાંથી કોઈપણ પાક જેમ કે, ચણા, મસૂર, વટાણા, ધાણા, પાલક, મેથી, રજકો વગેરે લઈ શકાય. કારણ કે આ સહજીવી પાકો જમીનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવી આપે છે. પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક વાવીને તેના ઉત્પાદનથી વચ્ચે વચ્ચે પૈસા મેળવી શકીએ છીએ. સહજીવી પાક મુખ્ય પાકનું ઉત્પાદન મળતા પહેલા જ પૈસા અપાવે છે, એટલું જ નહીં સહજીવી પાકોના લીધે મુખ્ય પાક માટે કરવામાં આવતો ખર્ચો પણ નીકળી જાય છે. મિશ્ર પાક પદ્ધતિમાં ખેતી પાકો એકબીજાને પોષણ પુરું પાડે છે. નાના ખેડૂતો માટે આ એક ઉત્તમ ખેતીપદ્ધતિ છે. ઘઉંની વાવણીની પદ્ધતિ પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં ઘઉંને બેડ ઉપર વાવવાને સર્વોત્તમ રીત માનવામાં આવે છે. બેડ ઉપર વાવણી કરવાથી બિયારણનું પ્રમાણ ઘટે છે અને આ પદ્ધતિથી 70% પાણીની બચત થાય છે. જ્યારે ચાસમાં સિંચાઈ આપવામાં આવે છે, ત્યારે બેડ ઉપર વાવવામાં આવેલ પાકનાં મૂળિયાં ભેજને શોધવા માટે ચાસ તરફ આગળ વધે છે. જેનાથી મૂળનો વિકાસ વધારે પ્રમાણમાં થાય છે, અને છોડવાઓ મજબૂત બને છે. બીજું કે, જો વધારે વરસાદને લીધે પાણીનું પ્રમાણ વધી જાય તો, બેડ ઉપર વાવવામાં આવેલ પાકને નુકસાની થવાની સંભાવના ઘટી જાય છે. બેડ બનાવવાની પદ્ધતિ ચાસની બંને બાજુએ બેડ ઉપર હાર બંધ મશીન અથવા હાથથી ઘઉંના બીજ, બીજ માવજત કરીને વાવો તથા ઘઉંની બે હાર વચ્ચે કઠોળ વર્ગના પાક(ચણા, મસૂર)ના બીજને બીજ માવજત કરીને વાવો. ચણા અંકુરીત થઈ જાય પછી ચણાના બે છોડની વચ્ચે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં 15 થી 20 સે.મી.ના અંતરે રાયના બબ્બે દાણા બીજ માવજત કરીને વાવી દો. ઘઉં ઉપર આવતા ચૂસિયા પ્રકારના કીટકોને રાય પોતાની તરફ આકર્ષિત કરશે અને થઉં સુરક્ષિત રહેશે. બેડ બનાવવાની બીજી પદ્ધતિ બેડ ઉપર ચાસની એક બાજુએ બે હારમાં ઘઉંને વાવો અને બેડની બીજી તરફ એક હાર ચણા અથવા મસૂરની વાવો. અથવા ચણા અને મસૂરની જગ્યાએ આપણે બેડ ઉપર કોઈપણ શિયાળુ ઋતુમાં થતાં શાકભાજી તેમ જ ગાજર, મૂળા, પાલક, મેથી, ધાણા વગેરેને બીજ માવજત કરીને વાવી શકીએ છીએ. ત્યાર પછી ચાસમાં ભેજ પૂરો પાડવા માટે 200 લીટર જીવામૃત ભેળવીને હળવી સિંચાઈ કરો. ચણા અંકુરિત થઈ ગયા પછી ચણાના બે છોડની વચ્ચે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં 15 થી 20 સે.મી.ના અંતરે રાઇના બબ્બે દાણા બીજ માવજત કરીને કીટ નિયંત્રણ માટે વાવી દો. આ પદ્ધતિમાં એક જ ચાસમાં સિંચાઈ આપવામાં આવે છે. જે ચાસમાં બંને બાજુ કઠોળનો પાક વાવવામાં આવેલો છે, તે ચાસમાં પાણી આપવાનું નથી.આમ કરવાથી 50% પાણીની બચત થાય છે અને કઠોળ વર્ગનો પાક પાણીના સીધા સંપર્કમાં નહીં આવે તેથી તેના મૂળ વધારે સારી રીતે વિકસિત થશે. પાણીની બચત માટે આ પદ્ધતિ પહેલી પદ્ધતિ કરતા સારી પદ્ધતિ છે. બીજ માવજતસારું ઉત્પાદન લેવા માટે સારી જાતોના બિયારણને પસંદ કરો તથા તેને બીજામૃત દ્વારા બીજ માવજત કરો. આવું કરવાથી બિયારણનું અંકુરણ બહુ સારી રીતે થાય છે, અને બીમારીઓ બહુ જ ઓછી આવે છે. પિયત વ્યવસ્થાપન પહેલું પિયત 20 થી 25 દિવસ પછી કરો જે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ખેડૂત પહેલીવાર રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવે છે, ત્યારે પહેલા પિયતની સાથે પ્રતિ એકર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ પ્રભુત્વ આપવામાં આવી રહ્યું છે. તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને પ્રાકૃતિક કૃષિ કરવા જ પ્રેરાય તે માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ, સહાય, ખેડૂત જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. અને વડાપ્રધાનના આ પ્રયાસમાં ખેડૂતો સ્વેચ્છાએ જોડાઈ પણ રહ્યા છે.
જાણો અલગ-અલગ ખેતીની પધ્ધતિ
ત્યારે વાત કરીએ બોટાદના ખેડૂતોની તો તેઓ ખૂબ ઓછા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણી, ખેડૂત શીબીરમા ભાગ લઈને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કર્યા છે. પાકના વાવેતરની અવનવી પદ્ધત્તિઓ અને માવજત કરવાની રીત વિશે માર્ગદર્શન મેળવી રહ્યા છે. જેમાં આપણે વાત કરીએ ઘઉંના પાકનું વાવેતર, ખેડ, પિયત અને તેની માવજત સહિતની પદ્ધત્તિઓ વિશે.
ઘઉં વાવવા માટે જમીનની પસંદગી
ઘઉંના સારા ઉત્પાદન માટે ગોરાડુ માટી સૌથી સારી છે. પરંતુ છોડવાઓને સંતુલિત પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ કરાવવાવાળા પૂરતાં પ્રાકૃતિક સંસાધન પૂરા પાડવામાં આવે, તેમ જ સિંચાઈ વગેરેની વ્યવસ્થા યોગ્ય હોયતો, હલકી જમીનમાં પણ વધુ ઉત્પાદન લઈ શકાય છે. ખારાશવાળી અથવા ભાસ્મિક જમીન ઘઉંના ઉત્પાદન માટે યોગ્ય નથી.
ઘઉંની વાવણી
ઘઉંની વાવણી 20મી ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં કરી દેવી જોઈએ. ઘઉંની વાવણી કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો અતિ જરૂર છે. વાવણીમાં વિલંબ થવાથી ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વધી જાય છે. ઘઉંની વાવણીની પહેલાં અગાઉના પાકના અવશેષો સળગાવો નહીં. પણ તેનો યોગ્ય ઉપયોગ કરો અથવા રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દો. જેનાથી જમીનની ઉત્પાદન શક્તિ વધશે અને મિત્ર જીવ તેમ જ સૂક્ષ્મજીવો નાશ પામશે નહીં.
જમીનની ખેડ
જો ખેતરમાં ભેજ ઘટી ગયો હોય, તો વાવણી પહેલાં સિંચાઈ (ઔરવાણું) આપી દો. પહેલા વર્ષે ઓરવણું કરતી વખતે 800 થી 1000 લિટર પ્રતિ એકર જીવામૃત પાણીની સાથે આપી દો. જમીનમાં વરાપ થઈ જાય એટલે ખેડ કરતાં પહેલાં 8 થી 10 ક્વિન્ટલ પ્રતિ એકર ધનજીવામૃત જમીન ઉપર નાખીને ખેડ કરો. સારી રીતે ખેડ કરીને માટીને બારીક અને ભરભરી કરો અને સમતલ કરો. રોટાવેટરથી ખેડ કરવાને લીધે એક જ વખતમાં ખેતર સારી રીતે તૈયાર થઈ જાય છે. આગળના પાકના અવશેષોનું ખેતરમાં સારી રીતે વિઘટન કરવા માટે તેની ઉપર અઠવાડિયામાં બે વખત 20 ટકા જીવામૃતના મિશ્રણનો છંટકાવ કરો. જમીનને વધુ પડતા તાપમાનથી બચાવવા માટે તેની ઉપર વધુમાં વધુ આચ્છાદન કરવું જોઈએ. તેનાથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ તેમ જ અળસિયાંઓની સંખ્યામાં વધારો થશે. જમીનમાં લાંબા સમય સુધી ભેજ ટકી રહેશે તેમ જ નિંદામણનું પણ નિયંત્રણ થશે. તેની સાથે સાથે જમીનની ઉત્પાદન ક્ષમતા (ફળદ્રુપતા) પણ વધશે.
સહજીવી પાક
ઘઉંનો પાક જમીનમાંથી સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન ખેંચે છે. પાકનું પૂરતું ઉત્પાદન મેળવવા માટે એક એકર જમીનમાં 60 કિલો નાઇટ્રોજનની જરૂર પડે છે. પરંતુ ઘઉંની સાથે સહજીવી પાક તરીકે નીચેનામાંથી કોઈપણ પાક જેમ કે, ચણા, મસૂર, વટાણા, ધાણા, પાલક, મેથી, રજકો વગેરે લઈ શકાય. કારણ કે આ સહજીવી પાકો જમીનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવી આપે છે. પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક વાવીને તેના ઉત્પાદનથી વચ્ચે વચ્ચે પૈસા મેળવી શકીએ છીએ. સહજીવી પાક મુખ્ય પાકનું ઉત્પાદન મળતા પહેલા જ પૈસા અપાવે છે, એટલું જ નહીં સહજીવી પાકોના લીધે મુખ્ય પાક માટે કરવામાં આવતો ખર્ચો પણ નીકળી જાય છે. મિશ્ર પાક પદ્ધતિમાં ખેતી પાકો એકબીજાને પોષણ પુરું પાડે છે. નાના ખેડૂતો માટે આ એક ઉત્તમ ખેતીપદ્ધતિ છે.
ઘઉંની વાવણીની પદ્ધતિ
પ્રાકૃતિક ખેતીપદ્ધતિમાં ઘઉંને બેડ ઉપર વાવવાને સર્વોત્તમ રીત માનવામાં આવે છે. બેડ ઉપર વાવણી કરવાથી બિયારણનું પ્રમાણ ઘટે છે અને આ પદ્ધતિથી 70% પાણીની બચત થાય છે. જ્યારે ચાસમાં સિંચાઈ આપવામાં આવે છે, ત્યારે બેડ ઉપર વાવવામાં આવેલ પાકનાં મૂળિયાં ભેજને શોધવા માટે ચાસ તરફ આગળ વધે છે. જેનાથી મૂળનો વિકાસ વધારે પ્રમાણમાં થાય છે, અને છોડવાઓ મજબૂત બને છે. બીજું કે, જો વધારે વરસાદને લીધે પાણીનું પ્રમાણ વધી જાય તો, બેડ ઉપર વાવવામાં આવેલ પાકને નુકસાની થવાની સંભાવના ઘટી જાય છે.
બેડ બનાવવાની પદ્ધતિ
ચાસની બંને બાજુએ બેડ ઉપર હાર બંધ મશીન અથવા હાથથી ઘઉંના બીજ, બીજ માવજત કરીને વાવો તથા ઘઉંની બે હાર વચ્ચે કઠોળ વર્ગના પાક(ચણા, મસૂર)ના બીજને બીજ માવજત કરીને વાવો. ચણા અંકુરીત થઈ જાય પછી ચણાના બે છોડની વચ્ચે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં 15 થી 20 સે.મી.ના અંતરે રાયના બબ્બે દાણા બીજ માવજત કરીને વાવી દો. ઘઉં ઉપર આવતા ચૂસિયા પ્રકારના કીટકોને રાય પોતાની તરફ આકર્ષિત કરશે અને થઉં સુરક્ષિત રહેશે.
બેડ બનાવવાની બીજી પદ્ધતિ
બેડ ઉપર ચાસની એક બાજુએ બે હારમાં ઘઉંને વાવો અને બેડની બીજી તરફ એક હાર ચણા અથવા મસૂરની વાવો. અથવા ચણા અને મસૂરની જગ્યાએ આપણે બેડ ઉપર કોઈપણ શિયાળુ ઋતુમાં થતાં શાકભાજી તેમ જ ગાજર, મૂળા, પાલક, મેથી, ધાણા વગેરેને બીજ માવજત કરીને વાવી શકીએ છીએ. ત્યાર પછી ચાસમાં ભેજ પૂરો પાડવા માટે 200 લીટર જીવામૃત ભેળવીને હળવી સિંચાઈ કરો. ચણા અંકુરિત થઈ ગયા પછી ચણાના બે છોડની વચ્ચે જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં 15 થી 20 સે.મી.ના અંતરે રાઇના બબ્બે દાણા બીજ માવજત કરીને કીટ નિયંત્રણ માટે વાવી દો. આ પદ્ધતિમાં એક જ ચાસમાં સિંચાઈ આપવામાં આવે છે. જે ચાસમાં બંને બાજુ કઠોળનો પાક વાવવામાં આવેલો છે, તે ચાસમાં પાણી આપવાનું નથી.આમ કરવાથી 50% પાણીની બચત થાય છે અને કઠોળ વર્ગનો પાક પાણીના સીધા સંપર્કમાં નહીં આવે તેથી તેના મૂળ વધારે સારી રીતે વિકસિત થશે. પાણીની બચત માટે આ પદ્ધતિ પહેલી પદ્ધતિ કરતા સારી પદ્ધતિ છે.
બીજ માવજત
સારું ઉત્પાદન લેવા માટે સારી જાતોના બિયારણને પસંદ કરો તથા તેને બીજામૃત દ્વારા બીજ માવજત કરો. આવું કરવાથી બિયારણનું અંકુરણ બહુ સારી રીતે થાય છે, અને બીમારીઓ બહુ જ ઓછી આવે છે.
પિયત વ્યવસ્થાપન
પહેલું પિયત 20 થી 25 દિવસ પછી કરો જે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ખેડૂત પહેલીવાર રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવે છે, ત્યારે પહેલા પિયતની સાથે પ્રતિ એકર 300 થી 400 લીટર જીવામૃત વહેતા પાણી સાથે આપવું જોઈએ. આનાથી કોઈપણ જાતનું નુકસાન થશે નહીં. ત્યાર પછી દરેક પિયત સાથે 200 લીટર જીવામૃત આપો. ઓરવણા વખતે 8 થી 10 ક્વિન્ટલ ઘનજીવામૃત એકી સાથે ખેતરમાં છાંટી દો. પહેલા તેમજ બીજા પિયત પહેલાં ખેતરમાં 100 થી 200 કિલો ઘનજીવામૃત નાખો. પહેલાથી જ પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતોએ પિયતના પાણી સાથે પ્રતિ એકર 200 લીટર જીવામૃત વહેતા પાણી સાથે આપવું.
ત્રણથી ચાર વખત પિયત થાય ઘઉંના પાકમાં
ઘઉંના પાકમાં લગભગ ત્રણ થી ચાર વખત પિયત આપવું પડતું હોય છે, તે પિયત ઋતુ પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે આપવું. એક બે વર્ષ પછી પાકનો રંગ અને વૃદ્ધિ જોઈને તે મુજબ જીવામૃત અથવા ઘનજીવામૃતનો ઉપયોગ કરો, જેમ જેમ ખેતરનો સેન્દ્રિય કાર્બન વધતો જશે તેમ તેમ જીવામૃત અને ઘનજીવામૃતનું પ્રમાણ ઘટતું જશે. ઘઉંના પાકમાં દર 21 દિવસ પછી 10 થી 20 ટકાના પ્રમાણમાં જીવામૃતનો છંટકાવ કરવો જોઈએ. દર 21 દિવસે ઘઉંની વિકાસ અવસ્થા બદલાતી હોય છે. ઘઉંમાં જયારે દૂધ અવસ્થાએ દાણા પહોંચે ત્યારે 200 લિટર સપ્તધાન્યાંકુર અર્કનો છંટકાવ કરો.આમ, આટલા માપદંડથી જો ઘઉંની ખેતી કરવામાં આવે ખેડૂતો ધારે તેટલી આવક મેળવી શકે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય સાથે સાથે પાણીનુ સ્તર પણ નીચુ જાય જેથી ફાયદા જ ફાયદા!