Gujarat: ACBએ કસ્ટમ વિભાગના 2 અધિકારીઓને 2.32 લાખની લાંચ લેતા ઝડપ્યા

રાજ્યમાં વધુ એક વખત લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. કસ્ટમ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. કસ્ટમ ઈન્સ્પેક્ટર સતિંદરપાલ અરોરા અને આઉટ સોર્સ એન્જિનિયર અંકિત દેસાઈ લાંચ લેતા ઝડપાયા છે. હાલમાં ACBએ કાર્યવાહી કરતા લાંચ લેતા આ બંને અધિકારીઓની ધરપકડ કરી લીધી છે અને આ સાથે જ એક ખાનગી વ્યક્તિ ગુલામ મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે.જમિયતપુરા કસ્ટમ ઓફિસના પાર્કિંગમાંથી અધિકારીઓ ઝડપાયા તમને જણાવી દઈએ કે ACBએ આ બંને અધિકારીઓને રૂપિયા 2.32 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ બંને અધિકારીઓએ કેમિકલ કન્ટેઈનર ક્લીયરન્સ માટે લાંચની રકમ માગી હતી. જમિયતપુરા કસ્ટમ ઓફિસના પાર્કિંગમાંથી આ બંને અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં લાંચ લેતા વચેટીયો પકડાયો હતો. કર્ણાવતી પોલીસ ચોકીના પોલીસ કર્મીએ લાંચની રકમ માગી હતી. દારુ કેસમાં ધરપકડ ન કરવા 5 લાખની લાંચ માગી હતી. પોલીસ કર્મી બીપીન કર્ણાવતી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે, લાંચ માટે અગાઉ 20,000ની રકમ ઉઘરાવી હતી. 13 જાન્યુઆરીએ ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો 13 જાન્યુઆરીએ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ અમનકુમાર ચૌહાણ લાંચ લેતા ઝડપાયો હતો, રૂપિયા 65,000ની લાંચ લેતા ACBની ટીમે કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ્યો હતો, કોન્સ્ટેબલ નિકોલમાં આવેલા કલ્પતરુ સ્પામાં લાંચ સ્વીકારતા ઝડપાયો હતો. જુગારનો કેસ નહીં કરવા અને માર નહીં મારવા લાંચ માગી હતી. ફરિયાદી અને તેના મિત્રો પાસે 1 લાખની લાંચ માગી હતી. ફરિયાદી પાસેથી અગાઉ લાંચ પેટે 35,000 લીધા હતા અને બાકીના 65,000 સ્વીકારતા અમદાવાદ ACBએ ઝડપ્યો હતો.

Gujarat: ACBએ કસ્ટમ વિભાગના 2 અધિકારીઓને 2.32 લાખની લાંચ લેતા ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વધુ એક વખત લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. કસ્ટમ વિભાગના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. કસ્ટમ ઈન્સ્પેક્ટર સતિંદરપાલ અરોરા અને આઉટ સોર્સ એન્જિનિયર અંકિત દેસાઈ લાંચ લેતા ઝડપાયા છે. હાલમાં ACBએ કાર્યવાહી કરતા લાંચ લેતા આ બંને અધિકારીઓની ધરપકડ કરી લીધી છે અને આ સાથે જ એક ખાનગી વ્યક્તિ ગુલામ મલેકની પણ ધરપકડ કરવામાં આવી છે.

જમિયતપુરા કસ્ટમ ઓફિસના પાર્કિંગમાંથી અધિકારીઓ ઝડપાયા

તમને જણાવી દઈએ કે ACBએ આ બંને અધિકારીઓને રૂપિયા 2.32 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આ બંને અધિકારીઓએ કેમિકલ કન્ટેઈનર ક્લીયરન્સ માટે લાંચની રકમ માગી હતી. જમિયતપુરા કસ્ટમ ઓફિસના પાર્કિંગમાંથી આ બંને અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં લાંચ લેતા વચેટીયો પકડાયો હતો. કર્ણાવતી પોલીસ ચોકીના પોલીસ કર્મીએ લાંચની રકમ માગી હતી. દારુ કેસમાં ધરપકડ ન કરવા 5 લાખની લાંચ માગી હતી. પોલીસ કર્મી બીપીન કર્ણાવતી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે, લાંચ માટે અગાઉ 20,000ની રકમ ઉઘરાવી હતી.

13 જાન્યુઆરીએ ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો

13 જાન્યુઆરીએ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ અમનકુમાર ચૌહાણ લાંચ લેતા ઝડપાયો હતો, રૂપિયા 65,000ની લાંચ લેતા ACBની ટીમે કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપ્યો હતો, કોન્સ્ટેબલ નિકોલમાં આવેલા કલ્પતરુ સ્પામાં લાંચ સ્વીકારતા ઝડપાયો હતો. જુગારનો કેસ નહીં કરવા અને માર નહીં મારવા લાંચ માગી હતી. ફરિયાદી અને તેના મિત્રો પાસે 1 લાખની લાંચ માગી હતી. ફરિયાદી પાસેથી અગાઉ લાંચ પેટે 35,000 લીધા હતા અને બાકીના 65,000 સ્વીકારતા અમદાવાદ ACBએ ઝડપ્યો હતો.