Gujarat : વિદ્યાસહાયકની ભરતી માટે આજથી ફોર્મ ભરવાની થઈ શરૂઆત
ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષક-વિદ્યાસહાયકની ભરતી માટેની સંયુક્ત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.જેમા વિદ્યા સહાયકની 13,852 જગ્યા પર ભરતી કરાશે સાથે સાથે 16 નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે તેમજ ધોરણ 1 થી 5માં 5000 જગ્યાઓ માટે ભરતી ધોરણ 6 થી 8માં 7000 જગ્યાઓ માટે ભરતી તો અન્ય માધ્યમની શાળાઓમાં 1852 ભરતી કરાશે.ઓનલાઈન કરવાની રહેશે અરજી આ ભરતી અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવ્યા બાદ સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકો ની ભરતી માટે 7મી નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજદારો 16મી નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ 19મી નવેમ્બર સુધીમાં અરજદારોએ સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે. 1852 જગ્યા પર ભરતી કરાશે ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં અંદાજીત પાંચ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે. જ્યારે ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં સાત હજાર જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે.શિક્ષણ વિભાગ દ્વારા મળેલી મંજૂરી અન્વયે માત્ર કુલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ જિલ્લા- નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલા વેબસાઈટ પર મૂકવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષક-વિદ્યાસહાયકની ભરતી માટેની સંયુક્ત જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.જેમા વિદ્યા સહાયકની 13,852 જગ્યા પર ભરતી કરાશે સાથે સાથે 16 નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે તેમજ ધોરણ 1 થી 5માં 5000 જગ્યાઓ માટે ભરતી ધોરણ 6 થી 8માં 7000 જગ્યાઓ માટે ભરતી તો અન્ય માધ્યમની શાળાઓમાં 1852 ભરતી કરાશે.
ઓનલાઈન કરવાની રહેશે અરજી
આ ભરતી અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરવામાં આવ્યા બાદ સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકો ની ભરતી માટે 7મી નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરજદારો 16મી નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ 19મી નવેમ્બર સુધીમાં અરજદારોએ સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે.
1852 જગ્યા પર ભરતી કરાશે
ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં અંદાજીત પાંચ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે. જ્યારે ધોરણ 6થી 8માં ગુજરાતી માધ્યમમાં સાત હજાર જગ્યા પર ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ધોરણ 1થી 8માં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં 1852 જગ્યા પર ભરતી કરાશે.શિક્ષણ વિભાગ દ્વારા મળેલી મંજૂરી અન્વયે માત્ર કુલ જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ જિલ્લા- નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલા વેબસાઈટ પર મૂકવામાં આવશે.