Gujarat ભાજપના સહ-પ્રવકતા જયેશ વ્યાસનું હૃદય રોગના હુમલાથી નિધન, ભાજપમાં શોકનો માહોલ

ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે,મોડી સાંજે તેમનું અવસાન થયું છે.ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ મૃત્યુ થયુ હતુ,અનેક મીડિયાની ટીવી ડિબેટમાં ભાજપ પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર અને મૂળ રાજકોટના જયેશ વ્યાસનું 50 વર્ષની વયે જ અવસાન થતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં શોકની લાગણી જોવા મળી છે,આજે તેમની અંતિમક્રિયા કરવામાં આવશે. ગાંધીનગરના નિવાસ સ્થાને આવ્યો હાર્ટ એટેકે મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું હતું. નોંધનીય છે કે, જયેશ વ્યાસ એ ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા છે અને મૂળ રાજકોટના નિવાસી છે.તેમનો મોજીલો સ્વભાવ લોકોને આજીવન યાદ આવશે,તેમની પાસેથી તમને જાણવા જેવું ઘણુ મળતુ હતુ તેઓ ભાજપના એક પીઢ નેતા પણ ગણાતા હતા અને સ્વભાવે શાંત માણસ હતા. કઈ કઈ જવાબદારી નિભાવી જયેશ વ્યાસે 01-સ્વ.વ્યાસ ગુજરાત પ્રદેશ ભાજપના બૌદ્ધિક સેલના 2013 થી 2021 સુધી કન્વીનર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા હતા. 02-સ્વ. વ્યાસ અમદાવાદ સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. 03-ગુજરાત ભાજપના સહ-પ્રવકતા તરીકે તેઓ છેલ્લે સુધી જવાબદારી નિભાવતા હતા. સ્વ.જયેશ વ્યાસ મૂળ રાજકોટના હતા તેઓ આ વર્ષની શરૂઆતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયુક્ત થયા હતા. વ્યાસ પેનલના સભ્ય તરીકે પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુજરાતી ન્યૂઝ ચેનલો પરની ચર્ચાઓમાં નિયમિત દેખાતા હતા. તેઓ વિવિધ કાર્યક્રમો દરમિયાન પ્રસ્તુતકર્તા તરીકેની ભૂમિકા પણ ભજવતા હતા, જેમ કે અમદાવાદમાં પુસ્તક મેળામાં કવિતા સત્ર દરમિયાન દ્વારકામાં જન્માષ્ટમી અથવા દૂરદર્શનની ગુજરાતી ચેનલ પર અમદાવાદમાં રથયાત્રા જેવા કાર્યક્રમોના જીવંત પ્રસારણ દરમિયાન તેઓ તેમનો વોઈસઓવર પણ આપતા હતા. હૃદય રોગના વિવિધ પ્રકારો અને તેના લક્ષણો CADના લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને ચક્કરનો સમાવેશ થાય છે. હાર્ટ એટેક: CAD ની ગૂંચવણ તરીકે, જ્યારે કોરોનરી ધમની સંપૂર્ણપણે બ્લોક થઈ જાય ત્યારે હાર્ટ એટેક આવે છે. આ હૃદયના ચોક્કસ ભાગમાં રક્ત પુરવઠાને કાપી નાખે છે, જે કોષ્ટકોને નુકસાન પહોંચાડે છે.

Gujarat ભાજપના સહ-પ્રવકતા જયેશ વ્યાસનું હૃદય રોગના હુમલાથી નિધન, ભાજપમાં શોકનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે,મોડી સાંજે તેમનું અવસાન થયું છે.ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ મૃત્યુ થયુ હતુ,અનેક મીડિયાની ટીવી ડિબેટમાં ભાજપ પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર અને મૂળ રાજકોટના જયેશ વ્યાસનું 50 વર્ષની વયે જ અવસાન થતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં શોકની લાગણી જોવા મળી છે,આજે તેમની અંતિમક્રિયા કરવામાં આવશે.

ગાંધીનગરના નિવાસ સ્થાને આવ્યો હાર્ટ એટેકે

મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું હતું. નોંધનીય છે કે, જયેશ વ્યાસ એ ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા છે અને મૂળ રાજકોટના નિવાસી છે.તેમનો મોજીલો સ્વભાવ લોકોને આજીવન યાદ આવશે,તેમની પાસેથી તમને જાણવા જેવું ઘણુ મળતુ હતુ તેઓ ભાજપના એક પીઢ નેતા પણ ગણાતા હતા અને સ્વભાવે શાંત માણસ હતા.

કઈ કઈ જવાબદારી નિભાવી જયેશ વ્યાસે

01-સ્વ.વ્યાસ ગુજરાત પ્રદેશ ભાજપના બૌદ્ધિક સેલના 2013 થી 2021 સુધી કન્વીનર તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા હતા.

02-સ્વ. વ્યાસ અમદાવાદ સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે.

03-ગુજરાત ભાજપના સહ-પ્રવકતા તરીકે તેઓ છેલ્લે સુધી જવાબદારી નિભાવતા હતા.

સ્વ.જયેશ વ્યાસ મૂળ રાજકોટના હતા

તેઓ આ વર્ષની શરૂઆતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિયુક્ત થયા હતા. વ્યાસ પેનલના સભ્ય તરીકે પક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુજરાતી ન્યૂઝ ચેનલો પરની ચર્ચાઓમાં નિયમિત દેખાતા હતા. તેઓ વિવિધ કાર્યક્રમો દરમિયાન પ્રસ્તુતકર્તા તરીકેની ભૂમિકા પણ ભજવતા હતા, જેમ કે અમદાવાદમાં પુસ્તક મેળામાં કવિતા સત્ર દરમિયાન દ્વારકામાં જન્માષ્ટમી અથવા દૂરદર્શનની ગુજરાતી ચેનલ પર અમદાવાદમાં રથયાત્રા જેવા કાર્યક્રમોના જીવંત પ્રસારણ દરમિયાન તેઓ તેમનો વોઈસઓવર પણ આપતા હતા.

હૃદય રોગના વિવિધ પ્રકારો અને તેના લક્ષણો

CADના લક્ષણોમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક અને ચક્કરનો સમાવેશ થાય છે. હાર્ટ એટેક: CAD ની ગૂંચવણ તરીકે, જ્યારે કોરોનરી ધમની સંપૂર્ણપણે બ્લોક થઈ જાય ત્યારે હાર્ટ એટેક આવે છે. આ હૃદયના ચોક્કસ ભાગમાં રક્ત પુરવઠાને કાપી નાખે છે, જે કોષ્ટકોને નુકસાન પહોંચાડે છે.