Gujarat પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની કરાઈ નિમણૂંક

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે,નીરજા ગોટરૂ બન્યા પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન,બીજી તરફ હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ હતુ ખાલી તો હવે ચેરમેનની નિમણૂંક થતા ભરતી પ્રક્રિયા ઝડપી બનશે,નીરજા ગોટરૂ એ મહિલા આઈપીએસ છે અને આઈપીએસ અધિકારીમાં સારી છબી ધરાવે છે. હસમુખ પટેલના રાજીનામા બાદ ખાલી હતી જગ્યા હસમુખ પટેલ પહેલા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા અને ત્યારબાદ તેમને જીપીએસસી બોર્ડના ચેરમેન બનાવ્યા હતા એટલે હસમુખ પટેલની જગ્યા ખાલી હતી ત્યારબાદ સરકારે નિર્ણય લીધો છે અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂની પસંદગી કરાઈ છે,ત્યારે ચિંતન શિબિર પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.ગગનદીપ ગંભીર અને વબાંગ ઝમીરનું નામ પણ અગ્રેસર ચાલી રહ્યું હતુ,પરંતુ સરકારે નીરજા ગોટરૂને જવાબદારી સોંપી છે. 1993 બેચના IPS અધિકારી વર્ષ 1993ની બેચના નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી.રાજકોટ પોલીસ કમિશનરના નામની જયારે ચર્ચા હતી ત્યારે તેઓનું નામ પણ રેસમાં ચાલતુ હતુ,એક સિનિયર અને ગંભીર અધિકારી તરીકે નીરજા ગોટરૂની ગણતરી કરવામાં આવે છે અને સરકારની ગુડ બુકમાં તેમનું નામ રહેલું છે.અમદાવાદમાં પણ ટ્રાફિક વિભાગમાં તેઓ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ડિસેમ્બરમાં નવુ શિડ્યુલ આવશે રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી (મોડલ-2) માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુવાનો આ પરીક્ષા માટે લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ શારીરિક કસોટી નવેમ્બરના અંતની આસપાય યોજાય તેવી શક્યતાઓ હતી પરંતુ હવે નવેમ્બર નહીં પરંતુ ડિસેમ્બરમાં પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુવાનો અમદાવાદ, ગાંધીનગર સહિત જ્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા છે ત્યાં દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે ડિસેમ્બરની શરુઆતમાં ઉમેદવારો માટે નવું શિડ્યુલ અમલમાં મૂકવામાં આવશે.

Gujarat પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની કરાઈ નિમણૂંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક કરાઈ છે,નીરજા ગોટરૂ બન્યા પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન,બીજી તરફ હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ હતુ ખાલી તો હવે ચેરમેનની નિમણૂંક થતા ભરતી પ્રક્રિયા ઝડપી બનશે,નીરજા ગોટરૂ એ મહિલા આઈપીએસ છે અને આઈપીએસ અધિકારીમાં સારી છબી ધરાવે છે.

હસમુખ પટેલના રાજીનામા બાદ ખાલી હતી જગ્યા

હસમુખ પટેલ પહેલા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા અને ત્યારબાદ તેમને જીપીએસસી બોર્ડના ચેરમેન બનાવ્યા હતા એટલે હસમુખ પટેલની જગ્યા ખાલી હતી ત્યારબાદ સરકારે નિર્ણય લીધો છે અને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂની પસંદગી કરાઈ છે,ત્યારે ચિંતન શિબિર પછી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.ગગનદીપ ગંભીર અને વબાંગ ઝમીરનું નામ પણ અગ્રેસર ચાલી રહ્યું હતુ,પરંતુ સરકારે નીરજા ગોટરૂને જવાબદારી સોંપી છે.

1993 બેચના IPS અધિકારી

વર્ષ 1993ની બેચના નીરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી.રાજકોટ પોલીસ કમિશનરના નામની જયારે ચર્ચા હતી ત્યારે તેઓનું નામ પણ રેસમાં ચાલતુ હતુ,એક સિનિયર અને ગંભીર અધિકારી તરીકે નીરજા ગોટરૂની ગણતરી કરવામાં આવે છે અને સરકારની ગુડ બુકમાં તેમનું નામ રહેલું છે.અમદાવાદમાં પણ ટ્રાફિક વિભાગમાં તેઓ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ડિસેમ્બરમાં નવુ શિડ્યુલ આવશે

રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી (મોડલ-2) માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુવાનો આ પરીક્ષા માટે લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ શારીરિક કસોટી નવેમ્બરના અંતની આસપાય યોજાય તેવી શક્યતાઓ હતી પરંતુ હવે નવેમ્બર નહીં પરંતુ ડિસેમ્બરમાં પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુવાનો અમદાવાદ, ગાંધીનગર સહિત જ્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા છે ત્યાં દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે એવી માહિતી સામે આવી છે કે ડિસેમ્બરની શરુઆતમાં ઉમેદવારો માટે નવું શિડ્યુલ અમલમાં મૂકવામાં આવશે.