Gujarat: એન્જનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ગત વર્ષ કરતા એડમિશનમાં 20 ટકાનો વધારો

રાજ્યમાં ડિગ્રી એન્જનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને આ વર્ષે ગત વર્ષ કરતા એડમિશનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. જણાવી દઈએ કે આ વર્ષે સરકારી અને ખાનગી કુલ 137 કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા યોજાઈ હતી.ડિગ્રી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, હજુ પણ 36,000 સીટ ખાલી રાજ્યમાં સરકારી કોલેજમાં 10,900 સીટ પૈકી 9,400 સીટ પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જ્યારે પ્રાઈવેટ કોલેજોની 66,000 સીટ પૈકી 31,000 સીટ પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 32,800 સીટ ભરાઈ હતી, જેની સામે આ વર્ષે 42,000 સીટ ભરાઈ છે. જો કે ડિગ્રી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યમાં હજુ પણ 36,000 સીટ ખાલી રહી છે. ધોરણ 12 સાયન્સમાં 8000 પાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી હતી તમને જણાવી દઈએ કે ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓએ પણ પૂરક પરીક્ષા આપી હતી. તેમાં ધોરણ 12 પાસ કરેલા 8 હજાર વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. તેમાં ફરીથી ઊંચુ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. આ વર્ષે પ્રથમ વખત ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું હતું જૂનમાં યોજાનાર પૂરક પરીક્ષા માટે સાયન્સમાં 34 હજારથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું હતું. પૂરક પરીક્ષા માટે 14 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂનમાં યોજાનાર પૂરક પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સમાં 34 હજાર કરતાં વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં 8 હજાર જેટલા એવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ હતું, જેઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા છે. પરંતુ ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કુલ 10.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujarat: એન્જનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ગત વર્ષ કરતા એડમિશનમાં 20 ટકાનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં ડિગ્રી એન્જનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે અને આ વર્ષે ગત વર્ષ કરતા એડમિશનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. જણાવી દઈએ કે આ વર્ષે સરકારી અને ખાનગી કુલ 137 કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા યોજાઈ હતી.

ડિગ્રી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, હજુ પણ 36,000 સીટ ખાલી

રાજ્યમાં સરકારી કોલેજમાં 10,900 સીટ પૈકી 9,400 સીટ પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જ્યારે પ્રાઈવેટ કોલેજોની 66,000 સીટ પૈકી 31,000 સીટ પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 32,800 સીટ ભરાઈ હતી, જેની સામે આ વર્ષે 42,000 સીટ ભરાઈ છે. જો કે ડિગ્રી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં રાજ્યમાં હજુ પણ 36,000 સીટ ખાલી રહી છે.

ધોરણ 12 સાયન્સમાં 8000 પાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી હતી

તમને જણાવી દઈએ કે ધોરણ 12 સાયન્સમાં આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓએ પણ પૂરક પરીક્ષા આપી હતી. તેમાં ધોરણ 12 પાસ કરેલા 8 હજાર વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. તેમાં ફરીથી ઊંચુ પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. આ વર્ષે પ્રથમ વખત ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.

ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું હતું

જૂનમાં યોજાનાર પૂરક પરીક્ષા માટે સાયન્સમાં 34 હજારથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું હતું. પૂરક પરીક્ષા માટે 14 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂનમાં યોજાનાર પૂરક પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સમાં 34 હજાર કરતાં વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં 8 હજાર જેટલા એવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ હતું, જેઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા છે. પરંતુ ફરીથી ઊંચુ પરિણામ મેળવવા માટે આ વિદ્યાર્થીઓેએ ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કુલ 10.49 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.