Gujarat: આનર્તપુરથી એકતાનગર અને વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ ટેબ્લોમાં દર્શાવાયો

Jan 26, 2025 - 20:30
Gujarat: આનર્તપુરથી એકતાનગર અને વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ ટેબ્લોમાં દર્શાવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી-વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’...

76મા પ્રજાસત્તાક દિને દિલ્હીના કર્તવ્ય પથ પર આ વર્ષે પરેડમાં કુલ 31 ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી, જેમાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16, તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના યોગદાનનો સમાવેશ થાય છે. આ બધામાં ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાત ટેબ્લોની થીમ હતી:- ‘ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય પર આધારિત ઝાંખી પેશ કરાઇ હતી. ઉપરાંત 'મણિયારા રાસ'ના તાલે ઝૂમતા કલાકારોએ સૌના દિલ જીત્યા હતા. 

ટેબ્લોમાં શેનો શમાવેશ કરાયો હતો?

“સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના સાંસ્કૃતિક વારસાની સાથે સાથે સંરક્ષણ-ટેક્નોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’ના વિવિધ વિકાસના પ્રકલ્પો દર્શાવાયા હતા. 

ગુજરાતની મહત્વાકાંક્ષી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો

‘અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા ‘અન્ડર વૉટર સ્પોર્ટ્સ’ની પ્રવૃતિઓની સાથે સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓએ આ ઝાંખીને ચાર ચાંદ લગાવ્યા હતા. 

ઉપરાંત આ ઝાંખીએ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની 100મી જન્મજયંતિ પર સાબરમતી રિવરફ્રન્ટના બંને છેડાને જોડતા અટલ બ્રિજનું પ્રદર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વધુમાં, ટેબ્લોએ દ્વારકા અને શિવરાજપુર બીચ પર પાણીની અંદરની રમતગમતની પ્રવૃત્તિઓ માટેની ગુજરાતની મહત્વાકાંક્ષી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

અત્રે નોંધનીય છે કે દર વર્ષે વોટિંગ દ્વારા શ્રેષ્ઠ ટેબ્લોને જાહેર કરવામાં આવે છે. 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0