Gujaratમા પણ ભારત બંધની અસર, વિવિધ સ્થળોએ વિરોધ થતા બસ સેવા ખોરવાઇ
ડાંગ, અરવલ્લી, નવસારીમાં બજારો બંધ રહ્યા વલસાડ, સાબરકાંઠા, વલસાડમાં પણ અસર દેખાઇ વડોદરા, પાદરમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ ગુજરાતમાં પણ ભારત બંધની અસર દેખાઇ રહી છે. જેમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અસર જોવા મળી છે. તેમાં ડાંગ, અરવલ્લી, નવસારીમાં બજારો બંધ રહ્યાં છે. તેમજ વલસાડ, સાબરકાંઠા, વલસાડમાં પણ અસર દેખાઇ છે. સુરેન્દ્રનગર, લીંબડી, અંકલેશ્વરમાં પણ અસર સાથે વડોદરા, પાદરમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે.એસ.ટી બસ સેવાઓ પણ અનેક સ્થળે ઠપ્પ થઇ એસ.ટી બસ સેવાઓ પણ અનેક સ્થળે ઠપ્પ થઇ છે. જેમાં અમદાવાદમાં પણ ભારત બંધની અસર દેખાઇ રહી છે. અમરાઈવાડી વિસ્તારમાં લોકોએ વિરોધ કર્યો છે. SC સમાજના લોકોએ રોડ પર બેસી વિરોધ કર્યો છે. SC-ST સમાજે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમાં ભારત બંધના એલાન મુદે શહેરના અમરાઈવાડીમાં વિરોધ શરૂ થયો છે. સુપ્રિમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ નિર્ણય લીધો હતો જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અંદર પેટા-શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી. ડીસામાં પણ ભારત બંધની અસર જોવા મળી ડીસામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે. તેમાં ડીસાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ બંધને સમર્થન આપ્યું છે. તેમાં SC-ST સમાજના ભારત બંધના એલાનને સમર્થન આપતા ડીસાની દીપક હોટલ પાસે વિરોધ પ્રદર્શન કરાયું છે. ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું છે તેથી ડીસા પોલીસે તમામ હોદ્દેદારોની અટકાયત કરી છે. જેમાં સુપ્રિમ કોર્ટે દ્વારા આપવામાં આવેલ ચુકાદાના પગલે આજે અનુસુચિત જાતિ સમાજ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. તેમજ SC-STના ભારત બંધની અસર વડોદરામાં દેખાઇ છે. વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન થયુ છે. શહેર સજ્જડ બંધ રહે તે માટે રેલી યોજાઈ છે.SC-ST સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન થયુ SC-ST સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન થયુ છે. ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે નવસારીમાં આદિવાસી સમાજે આપેલા બંધને સમર્થન મળ્યુ છે. તેમાં ખેરગામ સહિતના ગામોમાં સંપૂર્ણ બંધ છે. ખેરગામ નગર-તાલુકાના લોકો બંધમાં જોડાયા છે. સુપ્રીમકોર્ટના અનામતના ચુકાદાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે તેમાં બંને જાતિઓમાં ભેદભાવ ઉભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાવ્યો છે. ભારતીય બંધારણના કાયદાને વિભાજીત કરવાના પ્રયાસના આક્ષેપ છે. તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદોને ગેરબંધારણીય ગણાવ્યુ છે જેમાં જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શનની રેલી યોજાઇ છે. સવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જન જાતિના કાયદાને કાયમ રાખવા માગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ડાંગ, અરવલ્લી, નવસારીમાં બજારો બંધ રહ્યા
- વલસાડ, સાબરકાંઠા, વલસાડમાં પણ અસર દેખાઇ
- વડોદરા, પાદરમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ
ગુજરાતમાં પણ ભારત બંધની અસર દેખાઇ રહી છે. જેમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અસર જોવા મળી છે. તેમાં ડાંગ, અરવલ્લી, નવસારીમાં બજારો બંધ રહ્યાં છે. તેમજ વલસાડ, સાબરકાંઠા, વલસાડમાં પણ અસર દેખાઇ છે. સુરેન્દ્રનગર, લીંબડી, અંકલેશ્વરમાં પણ અસર સાથે વડોદરા, પાદરમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે.
એસ.ટી બસ સેવાઓ પણ અનેક સ્થળે ઠપ્પ થઇ
એસ.ટી બસ સેવાઓ પણ અનેક સ્થળે ઠપ્પ થઇ છે. જેમાં અમદાવાદમાં પણ ભારત બંધની અસર દેખાઇ રહી છે. અમરાઈવાડી વિસ્તારમાં લોકોએ વિરોધ કર્યો છે. SC સમાજના લોકોએ રોડ પર બેસી વિરોધ કર્યો છે. SC-ST સમાજે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમાં ભારત બંધના એલાન મુદે શહેરના અમરાઈવાડીમાં વિરોધ શરૂ થયો છે. સુપ્રિમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ નિર્ણય લીધો હતો જેમાં રાજ્યોને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની અંદર પેટા-શ્રેણી બનાવવાની મંજૂરી આપી હતી.
ડીસામાં પણ ભારત બંધની અસર જોવા મળી
ડીસામાં પણ ભારત બંધની અસર જોવા મળી છે. તેમાં ડીસાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ બંધને સમર્થન આપ્યું છે. તેમાં SC-ST સમાજના ભારત બંધના એલાનને સમર્થન આપતા ડીસાની દીપક હોટલ પાસે વિરોધ પ્રદર્શન કરાયું છે. ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું છે તેથી ડીસા પોલીસે તમામ હોદ્દેદારોની અટકાયત કરી છે. જેમાં સુપ્રિમ કોર્ટે દ્વારા આપવામાં આવેલ ચુકાદાના પગલે આજે અનુસુચિત જાતિ સમાજ દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. તેમજ SC-STના ભારત બંધની અસર વડોદરામાં દેખાઇ છે. વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન થયુ છે. શહેર સજ્જડ બંધ રહે તે માટે રેલી યોજાઈ છે.
SC-ST સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન થયુ
SC-ST સમાજ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન થયુ છે. ગાંધીનગર ગૃહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે નવસારીમાં આદિવાસી સમાજે આપેલા બંધને સમર્થન મળ્યુ છે. તેમાં ખેરગામ સહિતના ગામોમાં સંપૂર્ણ બંધ છે. ખેરગામ નગર-તાલુકાના લોકો બંધમાં જોડાયા છે. સુપ્રીમકોર્ટના અનામતના ચુકાદાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે તેમાં બંને જાતિઓમાં ભેદભાવ ઉભા થાય તે પ્રકારનો નિર્ણય ગણાવ્યો છે. ભારતીય બંધારણના કાયદાને વિભાજીત કરવાના પ્રયાસના આક્ષેપ છે. તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદોને ગેરબંધારણીય ગણાવ્યુ છે જેમાં જય ભીમના નારા સાથે વિરોધ પ્રદર્શનની રેલી યોજાઇ છે. સવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જન જાતિના કાયદાને કાયમ રાખવા માગ છે.