Gujaratમાં 34 જિલ્લા અને 17 મનપા સામે માત્ર 11 ફૂડ સેફ્ટી લેબ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ જળવાઈ રહ્યા હોવાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 351 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે, જ્યારે 15.3 ટન જેટલો બગડી અને સડી ગયેલો જથ્થો ઝડપાયો છે. જો કે ગુજરાત ભલે વિસ્તરી અને 34 જિલ્લા તથા 17 મનપા હોય પરંતુ ફૂડ સેફ્ટી લેબ તો માત્ર 11 જ છે જેના કારણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ કાગળ પર રહી જતા જોવા મળે છે.
1 વર્ષમાં 351 ટન શંકાસ્પદ ખાદ્યપદાર્થનો જથ્થો ઝડપાયો
વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્વને ધ્યાનમાં રાખીને “Science in Action” થીમ હેઠળ રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ છેલ્લા 1 વર્ષ દરમિયાન 190 રેડ કરીને રૂ. 10.5 કરોડની કિંમતનો 351 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત રૂ. 26 લાખથી વધુની કિંમતના 15.3 ટન બગડી-સડી ગયેલા ખાદ્ય પદાર્થોનો નાશ પણ કર્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ઠેર ઠેર 32 ફૂડ સેફટી ઓન વ્હિલ્સ દ્વારા 1.24 લાખ નમૂના તેમજ ફૂડ લેબોરેટરીમાં કુલ 60,448 ખાદ્ય નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ફૂડ સેફ્ટી એક્ટ - 2006ના ઉલ્લંઘન બદલ 864 કેસોમાં દોષિતોને કુલ રૂ. 6.21 કરોડનો દંડ ફટકાર્યો છે.
વર્ષ દરમિયાન કુલ 87 કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા
નાગરિકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઈસમો સામે તંત્ર દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-2006 ઉલ્લંઘન બદલ વર્ષ દરમિયાન 980 એડજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી 864 કેસમાં દોષિતોને કુલ રૂ. 6.21 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અસુરક્ષિત ખાદ્ય પદાર્થ ના કિસ્સામાં પણ વર્ષ દરમિયાન કુલ 87 કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં દોષિતોને રૂ. 54.42 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન અખાદ્ય ખોરાક બાબતે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા 46 કેસોમાં 67 આરોપીને કોર્ટે ગુનેગાર ઠેરવીને રૂ. 24,26,000 નો દંડ તેમજ 6 માસની સજાનો હુકમ કર્યો છે.
4 નવી લેબોરેટરી શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ
વર્ષ 2023-24માં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કામગીરી બિરદાવતા ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરસ્કૃત કર્યું છે. ભવિષ્યમાં વધુમાં-વધુ નમૂનાની ચકાસણી કરવા માટેની જરૂરિયાત ધ્યાને રાખીને ગાંધીનગર-અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડ એમ વધુ 4 નવી લેબોરેટરી પણ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, જેથી ઓછા સમયમાં ખાદ્ય નમૂનાનું પરીક્ષણ થઈ શકશે.
What's Your Reaction?






