Gujaratમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા

ગુજરાતમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે. જેમાં ભાવનગર ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદ અને કુંડલી ગામ વચ્ચે આ પ્રયાસ થયો છે. રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા છે. લોખંડના ટુકડા મળ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે.રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે. જેમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. તેમાં બોટાદ ડીવાયએસપી, રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે. તથા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. તાજેતરમાં જ કીમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા હતા. ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતુ. કીમ રેલવે સ્ટેશન પાસે ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ બોગસ નીકળ્યું હોવાનું ખુલ્યું હતુ. રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી ઘટનાને લઈને રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે પૂછપરછ કરી હતી અને ત્રણ પૈકીનો એક કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળનો હોવાનું સામે આવ્યું છે. રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પુછપરછ કરતા કહ્યું કે આ ઘટના બનતા અમે રોકી અને પ્રશંસા મેળવવા માટે આ કાવતરૂં રચ્યું હતું. ત્રણેય કર્મીઓને આશા હતી કે સરકાર તરફથી અને રેલવે તંત્ર તરફથી અમને ઈનામ મળશે, જેને લઈને આ પ્લાન રચ્યો હતો.સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું હતુ તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું હતું. અજાણ્યા શખ્સો દ્વારા આ કાવતરૂ કર્યું હોય તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. ફીશ પ્લેટ ખોલી નાખીને રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

Gujaratમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ફરીથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા છે. જેમાં ભાવનગર ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદ અને કુંડલી ગામ વચ્ચે આ પ્રયાસ થયો છે. રેલવે પાટા પરથી લોખંડના ટુકડા મળ્યા છે. લોખંડના ટુકડા મળ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જેમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકા છે.

રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો

રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે. જેમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. તેમાં બોટાદ ડીવાયએસપી, રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે. તથા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. તાજેતરમાં જ કીમમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા હતા. ખોટી વાહવાહી લૂંટવા કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતુ. કીમ રેલવે સ્ટેશન પાસે ફરી ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ બોગસ નીકળ્યું હોવાનું ખુલ્યું હતુ.

રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી

ઘટનાને લઈને રેલવેના ત્રણ ટ્રેક મેનની સુરત જિલ્લા પોલીસે પૂછપરછ કરી હતી અને ત્રણ પૈકીનો એક કર્મચારી કોન્ટ્રાક્ટ હેઠળનો હોવાનું સામે આવ્યું છે. રેલવેના ત્રણ ટ્રેક મેન મનીષ, સુભાષ અને સૌરભની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પુછપરછ કરતા કહ્યું કે આ ઘટના બનતા અમે રોકી અને પ્રશંસા મેળવવા માટે આ કાવતરૂં રચ્યું હતું. ત્રણેય કર્મીઓને આશા હતી કે સરકાર તરફથી અને રેલવે તંત્ર તરફથી અમને ઈનામ મળશે, જેને લઈને આ પ્લાન રચ્યો હતો.

સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું હતુ

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સુરતના કીમ રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ ગયું હતું. અજાણ્યા શખ્સો દ્વારા આ કાવતરૂ કર્યું હોય તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી હતી. ફીશ પ્લેટ ખોલી નાખીને રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. ત્યારે રેલવે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો અને થોડાક કલાકોમાં તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.