Gujaratમાં આ તારીખથી શરૂ થશે દિવાળી વેકેશન, શિક્ષણ વિભાગે કરી જાહેરાત

દિવાળીના તહેવારોને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, તે પહેલા જ આજે રાજ્યના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે અને રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી દીધી છે.તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જાણ કરવામાં આવી તમને જણાવી દઈએ કે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 17 નવેમ્બર સુધી ચાલુ રહેશે, કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે. ત્યારે આ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ પરિપત્ર આપીને જાણ કરી દેવામાં આવી છે અને સાથે જ તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પણ વિભાગ દ્વારા પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે. ગઈકાલે જ શિક્ષણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો આ સાથે જ તમને જણાવી દઈએ કે ગઈકાલે જ રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે મુજબ આગામી 27 ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે અને 13 માર્ચ 2025 સુધી બોર્ડની પરીક્ષાઓ ચાલશે. GSHSEB બોર્ડે આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. 14 ઓક્ટોબરથી રાજ્યમાં ધો 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરથી રાજ્યમાં ધો 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ ચૂકી છે અને આગામી 23 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં અંદાજે 30 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ કસોટી આપશે,જો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, તેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ 21 દિવસનું દિવાળી વેકશન શરૂ થશે. 

Gujaratમાં આ તારીખથી શરૂ થશે દિવાળી વેકેશન, શિક્ષણ વિભાગે કરી જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારોને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, તે પહેલા જ આજે રાજ્યના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે અને રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી દીધી છે.

તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જાણ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન પડશે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થશે અને 17 નવેમ્બર સુધી ચાલુ રહેશે, કુલ 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહેશે. ત્યારે આ મામલે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પણ પરિપત્ર આપીને જાણ કરી દેવામાં આવી છે અને સાથે જ તમામ શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પણ વિભાગ દ્વારા પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે.

ગઈકાલે જ શિક્ષણ બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

આ સાથે જ તમને જણાવી દઈએ કે ગઈકાલે જ રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે મુજબ આગામી 27 ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે અને 13 માર્ચ 2025 સુધી બોર્ડની પરીક્ષાઓ ચાલશે. GSHSEB બોર્ડે આ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.

14 ઓક્ટોબરથી રાજ્યમાં ધો 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ

ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરથી રાજ્યમાં ધો 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ ચૂકી છે અને આગામી 23 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં અંદાજે 30 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ કસોટી આપશે,જો કે પરીક્ષા પૂર્ણ થયા બાદ 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, તેથી પરીક્ષા પૂર્ણ થયા બાદ 21 દિવસનું દિવાળી વેકશન શરૂ થશે.