Gram Panchayat Election: ગીર સોમનાથનું રોણાજ ગામ આઝાદી પછી પહેલીવાર સમરસ થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કર્યા બાદ રાજકીય રંગ જામ્યો છે. ત્યારે ગીર સોમનાથનું રોણાજ ગામ આઝાદી પછી પહેલીવાર સમરસ થયું છે. કોડીનાર તાલુકાનું રોણાજ ગામ આઝાદી મળ્યા પછી પ્રથમ વખત સંપૂર્ણપણે સમરસ ગ્રામ પંચાયત બન્યું છે. ગામના સરપંચથી લઈને તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે.
રોણાજ ગ્રામ પંચાયતનું સમરસ થવું એ ઐતિહાસિક ઘટના
કોડીનારના રોણાજ ગામની કુલ વસ્તી આશરે 2500 જેટલી છે, જેમાંથી 1400 જેટલા મતદારો નોંધાયેલા છે. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં, સરપંચ પદ માટે કિરીટભાઈ હાજાભાઈ વાઢેર બિનહરીફ જાહેર થયા છે. એટલું જ નહીં, પંચાયતના 8 સભ્યો પણ કોઈ પણ હરીફ ઉમેદવાર વગર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આઝાદી પછી રોણાજ ગ્રામ પંચાયતનું સમરસ થવું એ ઐતિહાસિક ઘટના માનવામાં આવે છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભારે રસાકસી જોવા મળતી હોય છે, ત્યારે રોણાજ ગામના લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરીફ ઉમેદવારો ફોર્મ ભરવાનો સમય પૂરો થયા બાદ આવ્યા હતા, જેના કારણે કોઈ પણ હરીફ ઉમેદવારી નોંધાઈ શકી ન હતી અને રોણાજ ગ્રામ પંચાયત સંપૂર્ણપણે સમરસ બની હતી.
ગામની અંદર રોડના કામ અધૂરા
કોડીનારના રોણાજ સમરસ પંચાયતને કારણે ગામના વિકાસ કાર્યોને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે હવે પંચાયતમાં કોઈ વિરોધ પક્ષ નહીં હોવાથી સર્વસંમતિથી નિર્ણયો લઈ શકાશે. રોણાજ ગામના આ પગલાને અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી માનવામાં આવી રહ્યું છે તો હવે બિનહરીફ થયેલી પંચાયતની બોડી પાસે મતદારો પર અપેક્ષા રાખી રહ્યા છે કે ગામના વિકાસના કામો જે અધૂરા રહ્યા છે તે પહેલા પૂર્ણ થાય હજુ પણ ગામની અંદર રોડના કામ અધૂરા છે, તે હવે બિનહરીફ થયેલી પંચાયત બોડી પર મતદારો અપેક્ષા રાખી રહ્યા છે.
What's Your Reaction?






