Gram Panchayat Electionમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન, 25મી જૂને પરિણામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યની 3, 895 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદાજે 72 ટકા જેટલું મતદાન થયું છે. જ્યારે દાહોદના મોટીહાંડી, પ્રાંતિજના ઝીંઝવામાં પુન:મતદાન થશે.બન્ને જગ્યાએ 24 જૂને ફરીથી મતદાન યોજાશે. પ્રાંતિજના ઝીંઝવામાં મતપત્ર છપાવવામાં ભૂલ થઈ હતી.શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. આજે (22મી જૂન) સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું. આ દરમિયાન રાજ્યના આશરે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર થશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી
ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. રાજ્યમાં ગ્રામીણ મતદારોએ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરપંચની બેઠકો માટે સરેરાશ 72.57 ટકા અને સભ્યોની બેઠકો માટે સરેરાશ 67.45 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, કુલ 4,564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે.ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.
ચૂંટણીમાં અંદાજે 72 ટકા જેટલું મતદાન
ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, અને વધુ 1,400 પંચાયતોની મુદત 30મી જૂન, 2025ના રોજ પૂર્ણ થવાની છે. આ ચૂંટણીઓ 27% OBC, 14% ST અને 7% SC અનામત બેઠકો સાથે યોજાશે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને અનુરૂપ છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને ગતિ આપવા આ ચૂંટણીઓને સરળ અને પારદર્શી બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી અને આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
What's Your Reaction?






